Home Gujarati સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ અડધાથી દોઢ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ અડધાથી દોઢ ઈંચ વરસાદ

298
0


રાજકોટ | સૌરાષ્ટ્રમાં બુધવારથી શુક્રવાર દરમિયાન 20થી 40મીમી વરસાદની શક્યતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે કરી છે. અશોક પટેલના જણાવ્યા અનુસાર નોર્થવેસ્ટ બંગાળની ખાડીમાં 12મીએ લો- પ્રેશર સર્જાયું હતું જે પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગમાં અને નોર્થ ઓડિશા પર હતું. તેના કારણે સાઇક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. આ સિસ્ટમ આવતા 48 કલાકમાં વેલ માર્ક થવાની શક્યતા છે. જેને કારણે 14મીથી 16 દ.ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉ. ગુજરાતમાં 75% વિસ્તાર 50મીમી થી 75 મીમી વરસાદની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટરમાં 100 મીમી સુધી વરસાદ પડશે.અન્ય વિસ્તારોમાં 25 મીમીથી 50 મીમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અડધા વિસ્તારમાં 13થી 16 ઓગસ્ટમાં 20મીમી થી 40 મીમી વરસાદની શક્યતા છે, જ્યારે વધુ વરસાદવાળા વિસ્તારમાં 50 મીમી સુધી એટલે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અડધાથી દોઢ ઈંચ જ્યારે અન્ય વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today