Home Gujarati સમાજને ‘દીકરા-દીકરી એકસમાન’નો સંદેશ આપવા બંને બહેનો ઘોડા પર બેસી જાન લઈને...

સમાજને ‘દીકરા-દીકરી એકસમાન’નો સંદેશ આપવા બંને બહેનો ઘોડા પર બેસી જાન લઈને લગ્નસ્થળ પહોંચી

126
0

ખંડવા: લગ્નમાં વરરાજા જાન લઈને આવે તે વાત તો સામાન્ય છે, પણ બુધવારે મધ્ય પ્રદેશના ખંડવા શહેરમાં બે દુલ્હન જાન લઈને પહોંચી હતી. સાક્ષી પાટીદાર અને સૃષ્ટિ પાટીદાર બેન્ડ બાજા સાથે ઇન્દોર રોડ પર હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર હતી. આ અનોખી જાનને જોવા માટે સ્થાનિકોની ભીડ જામી ગઈ હતી.લગ્નની કંકોત્રી તેમણે આધારકાર્ડની થીમ પર ડિઝાઈન કરાવી હતી.

કંકોત્રીમાં ‘બેટી બચાઓ’નો પણ સંદેશ આપ્યો
22 જાન્યુઆરીએ સાક્ષીએ આનંદ સાથે અને સૃષ્ટિએ શશાંક સાથે ફેરા ફર્યા. સાક્ષીએ લગ્નમાં જાન લઈને જવાના આઈડિયા વિશે મીડિયાને જણાવ્યું કે, સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ-આ સંદેશ આપવા અમે ઘોડા પર જાન લઈને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આધારકાર્ડ દરેક દેશવાસીઓ માટે જરૂરી છે, આથી અમે લગ્નની કંકોત્રીની થીમ પણ આધારકાર્ડ રાખી હતી. તેની પર અમે ‘બેટી બચાઓ’નું સ્લોગન પણ છપાવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Two brides ride on a horse to groom’s house at their wedding


Two brides ride on a horse to groom’s house at their wedding