Home Gujarati કોર્ટ ડિલિવરી બોયને ગ્રાહકના પિઝા પર થૂંકવા બદલ 18 વર્ષની સજા ફરકારી...

કોર્ટ ડિલિવરી બોયને ગ્રાહકના પિઝા પર થૂંકવા બદલ 18 વર્ષની સજા ફરકારી શકે છે

115
0

અંકારા: તુર્કીમાં એક ડિલિવરી બોય વર્ષ 2017માં ગ્રાહકના પિઝામાં થૂંક્યો હતો, આ સજા બદલ તેને 18 વર્ષની સજા થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કોર્ટ આ જ અઠવાડિયે તેને સજા સંભળાવી શકે છે. જો કે તેના આ કારનામાને કારણે તેની પર 40 હજાર રૂપિયાનો દંડ ફટકારાઈ ચૂક્યો છે, પણ પીડિત ગ્રાહક તેને 18 વર્ષની થાય તેની માગ ત્રણ વર્ષથી કરી રહ્યો છે.

‘ગોન વાઈરલ’ યુટ્યુબ ચેનલે આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.

આ ઘટના 24 ડિસેમ્બર, 2017ની છે. ઍક્સીસિર શહેરમાં ફ્લેટના સીસીટીવી કેમેરામાં ડિલિવરી બોયના આ પરાક્રમ કેદ થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં ચોખ્ખું દેખાય છે કે તે પિઝાનું બોક્સ ખોલીને તેમાં થૂંકે છે અને તેનો વીડિયો પણ રેકોર્ડ કરે છે. જોકે આરોપીએ આવું શા માટે કર્યું તેનો કહો ખુલાસો થયો નથી.

આરોપી ડિલિવરી બોયની ઓળખ બુરક એસના નામે થઈ છે. ગ્રાહકનું સ્વાસ્થ્ય જોખમમાંમૂકવા બદલ તેને 40 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. તુર્કીના કાનૂન પ્રમાણે, દોષીને થૂંકવાના ગુના બદલ 15 વર્ષ અને ગ્રાહકના સ્વાસ્થ્ય જોખમમાં નાખવા બદલ 3 વર્ષની સજા થઈ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Pizza Delivery Boy Spits on Food Before Delivery in Turkey, Faces 18 Years of Jail