Home Gujarati વિદેશથી આવેલા 42 વ્યક્તિ સુરત આરોગ્ય વિભાગના સંપર્કથી દૂર, તંત્ર દોડતું થઈ...

વિદેશથી આવેલા 42 વ્યક્તિ સુરત આરોગ્ય વિભાગના સંપર્કથી દૂર, તંત્ર દોડતું થઈ ગયું

96
0

સુરતઃ જિલ્લાના વિદેશથી આવેલા 42 આરોગ્ય વિભાગના સંપ્રકથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિદેશથી આવેલા અને નામ સરનામા આપી ગયેલા લોકોના ઘરે તપાસ કરતા મળી આવ્યા ન હતા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા 42 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે અને લોકોને આસપાસમાં હોય અને સંપર્કમાં હોય તો અપીલ કરવામાં આવી છે.

સરનામા પર ગેરહાજર મળ્યા

સુરત આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા 42 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. ડિકલેરેશનમાં તમામે પોતાનું સરનામુ સુરત આપ્યું હતું. આરોગ્ય ટીમની તપાસ દરમિયાન તમામ લોકો ગેરહાજર જોવા મળ્યા હતા. સરનામા પર તમામ લોકો હમણાં સુધી આવ્યા જ નથી. જેથી જિલ્લાના આરોગ્ય વિભાગે જાહેર કરી યાદી છે.

ડિક્લેરેશન આપ્યું હોવા છતા મળી ન આવતા મુશ્કેલી

ગતરોજ સુરત પાલિકા દ્વારા 15 ફેબ્રુઆરી બાદ વિદેશથી આવેલા 235 જેટલા લોકોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં લોકોની મદદથી મોટાભાગનાને શોધી લેવામાં આવ્યા છે. જ્યારે સુરત જિલ્લાના 42 લોકોએ ડિક્લેરેશન આપ્યું હોવા છતા મળી ન આવતા મુશ્કેલી સર્જાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમની તપાસ કરી જો કંઈ લક્ષણો હોય તો ક્વોરન્ટીન કરવા સુધીના પગલા લેવાય શકે છે.

વિદેશથી આવેલા લોકો કોરોનાના દર્દી હોવાની શક્યતા

વિદેશથી આવેલા લોકો કોરોનાના દર્દી હોય શકે તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે ફરી એકવાર વિદેશથી આવેલા 42 લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લોકો પોતાની જાતને જાહેર નહીં કરે અને પછી મળી આવશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચવામાં આવી છે. વિદેશથી આવેલા 42 લોકોની માહિતી ન મળતા મહાનગર પાલિકા તંત્ર સાથે સુરતીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

લોકોને અપીલ કરી

પાલિકા કમિશનર દ્વારા વિદેશથી આવેલા તમામ લોકોને ક્વોરન્ટીનમાં રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, લોકો ઘરની બહાર નીકળે તો 25 હજારની દંડનો નિર્ણય કરાયો છે. જોકે, હાલ પાલિકા દ્વારા વિદેશથી આવેલા લોકોને શોધી રહી છે. લોકોને પણ અપીલ કરી છે કે, તમારા ઘરની આસપાસમાં વિદેશથી આવેલા લોકો હોય તો ટોલ ફ્રી નંબર પર જાણ કરવા કહેવામાં આવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર