Home Gujarati વધારે કામ ન કરવું પડે એટલે 61 વર્ષીય પૂર્વ પોસ્ટમેને 24 હજાર...

વધારે કામ ન કરવું પડે એટલે 61 વર્ષીય પૂર્વ પોસ્ટમેને 24 હજાર ટપાલ ડિલિવર ન કરીને પોતાના ઘરે જ રાખી

132
0

ટોક્યો: જાપાનમાં એક પૂર્વ પોસ્ટમેન પર 24 હજાર ટપાલ ન વહેંચવાનો કેસ સામે આવ્યો છે. પોસ્ટ ઓફિસે આ માટે સ્થાનિકો પાસે માફી પણ માગી છે, અને ટૂંક સમયમાં તેમના પોસ્ટ ડિલિવર કરવાનો વાયદો પણ કર્યો છે. આ કેસ કાનાગાવાનો છે. અહીં મુખ્ય પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ 16 વર્ષથી હજારો ટપાલ વહેંચી નહોતી. જ્યારે લોકોને લેટર ન મળ્યા, ત્યારે તેમણે પોસ્ટ ઓફિસમાં ફરિયાદ કરી હતી અને તપાસ દરમિયાન આ વાત સામે આવી હતી. પોસ્ટમેનના ઘરેથી 24 હજાર ડિલિવર ન કરેલા લેટર મળ્યા છે.

જાપાનની પોલીસે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે, પોસ્ટઓફિસમાં 61 વર્ષીય હેડ પોસ્ટમેન ટપાલ લઈને નીકળતો હતો, પણ તે ગંતવ્ય સ્થાન પર લઈ જવાને બદલે પોતાના ઘરે જ સંગ્રહી રાખતો હતો. તેણે પોતાના જુનિયરથી વધારે કામ કરતા હોવાનો દેખાડો કરવા માટે એવું પરાક્રમ કર્યું હતું. 61 વર્ષીય પોસ્ટમેનનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પણ તેણે પોતાનો ગુનો કબૂલી લીધી છે અને કહ્યું કે, કામનું વધારે પડતું દબાણ ન લેવા મેં આવું કામ કર્યું હતું.

પોસ્ટઓફિસના અધિકારીઓ પ્રમાણે, ફેબ્રુઆરી 2017થી લઈને નવેમ્બર 2019 વચ્ચે 1000 લેટરની ગડબડી સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેણે વર્ષ 2003થી જ લેટર પોતાના ઘરે રાખવાના શરૂ કરી દીધા હતા. જાપાનના કાનૂન પ્રમાણે, પોસ્ટમેનને 3 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતીકાત્મક ફોટો