Home Gujarati સ્કૂલની ચાલુ પાર્થનામાં વિદ્યાર્થીએ સંતાડીને લોલીપોપ ખાધી, યુઝરે કહ્યું-અમારું બાળપણ યાદ આવી...

સ્કૂલની ચાલુ પાર્થનામાં વિદ્યાર્થીએ સંતાડીને લોલીપોપ ખાધી, યુઝરે કહ્યું-અમારું બાળપણ યાદ આવી ગયું

140
0

રાયપુર: તમને ભાગ્યે જ કોઈ તેવી વ્યક્તિ મળશે કે જેને સ્કૂલના દિવસોમાં કોઈ પરાક્રમ ન કર્યા હોય. IAS ઓફિસર અવનીશ કુમાર શરણે તેમના ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 4 હજારથી વધારે લોકોએ જોયો છે. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ચાલુ પ્રાર્થના દરમિયાન લોલીપોપ ખાઈ રહ્યો છે.

30 સેકન્ડના વીડિયોમાં પાછળ ‘ઈતની શક્તિ હમે દે ન દાતા’ પ્રાર્થના ચાલી રહી છે અને આ હીરોએ તેના બે હાથમાં લોલીપોપ છુપાવીને રાખી છે. કોઈને ખબર ન પડે તેમ તે પ્રાર્થનામાં આંખો બંધ રાખીને જ લોલીપોપ પણ ખાય છે અને પ્રાર્થનામાં પણ પોતાના સુર પુરાવે છે. જો કે, આ વીડિયો કંઈ જગ્યાનો છે કે, આ વિદ્યાર્થી કોણ છે તેની માહિતી સામે આવી નથી.

સોશિયલ મીડિયા યુઝરે કમેન્ટમાં લખ્યું કે, અમને અમારું બાળપણ યાદ આવી ગયું. તો અન્ય યુઝરે કહ્યું કે-આ બાળકની માસુમિયત તો જોવો !

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Little boy sneakily enjoys candy during school morning assembly