Home Gujarati વંથલીમાં પાલિકા પ્રમુખ અને રેશનીંગના વેપારી વચ્ચે મારામારી

વંથલીમાં પાલિકા પ્રમુખ અને રેશનીંગના વેપારી વચ્ચે મારામારી

106
0

વંથલી નગરપાલિકા પ્રમુખ અને રેશનીંગના દુકાનદાર વચ્ચે દુકાન ખુલ્લી હોવા અંગે ગાળાગાળી અને મારામારી બાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. અને બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વંથલીમાં રેશનીંગની દુકાન ધરાવતા પ્રફૂલ રતિલાલ ત્રાંબડિયા (ઉ. 55) એ વંથલી પાલિકા પ્રમુખ સીરાજ વાજા સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં એવો આક્ષેપ કર્યો છે કે, ગઇકાલે બપોરે તેમણે પોતાને ફોન કરી ગાળો કાઢી કહ્યું, કેમ દુકાન બંધ છે. પોતે કહ્યું, તમે જોઇ જાવ દુકાન ખુલ્લી છે. થોડીવાર પછી તેઓએ પોતાની દુકાને આવી ગાળો દઇ ઝાપટ મારી દીધી હતી. અને દુકાને મહિલાઓ મોકલીને છેડતીનો કેસ કરવાની ધમકી આપી હતી. બાદમાં તેણે પોતાના ગજની નામના એક માણસને બોલાવ્યો હતો. તે દુકાનથી થોડે દૂર ઉભો હતો.

પોતાની પત્નીને જાનથી મારી નાંખવાનો ગુનો કર્યાનો આક્ષેપ પણ તેમણે ફરિયાદમાં કર્યો

સામેપક્ષે સિરાજ વાજાએ પ્રફૂલ ત્રાંબડિયા અને તેમના પુત્ર પ્રિતેશ સામે એવી ફરિયાદ અરજી આપી છે કે, તેમની દુકાનેથી અનાજનો જથ્થો નિયમીત અને સમયસર ન મળતો હોવાની અને દુકાન બંધ હોવાની ફરિયાદ આવી હતી. આથી પોતે પહેલાં તેમનો ફોનથી સંપર્ક કર્યો હતો. બાદમાં દુકાને ગયા હતા. જ્યાં તેમની સાથે બોલાચાલી બાદ પ્રફૂલભાઇએ પોતાને છાતીમાં પાઇપનો ઘા માર્યાની અને તેના પુત્રએ વીડિયો શુટીંગ ઉતાર્યો હતો. અગાઉ પ્રિતેશ સામે પોતાની પત્નીને જાનથી મારી નાંખવાનો ગુનો કર્યાનો આક્ષેપ પણ તેમણે ફરિયાદમાં કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર