Home Gujarati લોકડાઉનમાં પોલીસ સ્ટેશન પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, ભડાકા થતા પોલીસમાં...

લોકડાઉનમાં પોલીસ સ્ટેશન પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, ભડાકા થતા પોલીસમાં પણ દોડધામ મચી

100
0

રાજકોટ: શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે એક વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોત જોતામાં વીકરાળ આગ પ્રસરી હતી. આગની સાથે ભડાકા થતા પોલીસમાં પણ દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. જો કે ફાયર ફાઇટરના જવાનના હાથમાંથી પાણીની પાઇપ મુકાઇ જતા કર્મચારીઓમાં પણ નાચભાગ મચી ગઇ હતી. બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો અને પીજીવીસીએલ દ્વારા રિપેરિંગ કામ હાથ ધરાયું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વીજ ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી