Home Gujarati રાજકોટમાં 73માંથી 72 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ, એક પેંન્ડિગ, હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારની પાછળનો...

રાજકોટમાં 73માંથી 72 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ, એક પેંન્ડિગ, હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારની પાછળનો આજી નદી કાંઠો સીલ કરાશે

84
0

રાજકોટમાં કોરોના વાઈરસ માટે લેવાયેલા 73 વ્યક્તિઓના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા.હતા જેમાંથી 72 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. રાજકોટમાં આજે 15 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, આજે સવારે જંગલેશ્વરના હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું હતું એનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજકોટના કોરોના હોટ સ્પોટ જંગલેશ્વર પાછળનો આજી નદી કાંઠો સીલ કરવામાં આવશે. ક્લસ્ટર ક્વોરન્ટીનની શેરીઓ સીલ કરાયા બાદ રહીશો નદીના પટમાંથી બહાર નીકળવા લાગ્યા હતા.મહાનગરપાલિકાના અધિકારીઓએ સાઈટ વિઝિટ કર્યા બાદ નિર્ણય લીધો છે. રાજકોટનાશહેરના અન્ય વિસ્તરીમાં કોરોના ન ફેલાય તેવા હેતુથી તકેદારીના પગલા લેવાયા છે.2.5 કિલોમીટરના નદી કાંઠા ફરતે કરાશે બેરીકેડિંગ કરાશે.

વૃદ્ધનુંશંકાસ્પદ કોરોના વાઈરસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંમોત

મોરબીના માણેકવાડાના વૃદ્ધનુંશંકાસ્પદ કોરોના વાઈરસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંમોત થયું છે. વૃદ્ધને કેટલાક દિવસથી તાવ હતો અને રાજકોટસિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. આજેવહેલી સવારે વૃદ્ધે દમ તોડ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મૃતકના 4 પરિવારજનોને લઇને રાજકોટમાં જ અંતિમવિધી કરવામાં આવીહતી. મૃતકનો રિપોર્ટ આજે સાંજે આવશે.

પોલીસ કમિશનરેજંગલેશ્વરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જંગલેશ્વરમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જંગલેશ્વરના કોર્ડન કરેલા વિસ્તારમાં તમામ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને લોકો સાથે બેઠક કરી અને લોકોને ઘરમાં રહેવા અને જીવન જરૂરિયાત વસ્તુઓ તંત્ર પહોંચાડવાની કાર્યવાહી કરશે તેવી વાત કરી હતી. અને લોકો ઘરની બહાર ન નીકળે તેને લઈને બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

જંગલેશ્વર વિસ્તારમાં દરેક શેરીમાં એજ વિસ્તારનો એક આગેવાન બેસશે
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દરેક શેરીમાં એજ વિસ્તારનો એક આગેવાન બેસશે. જેને જીવનજરૂરી ચીજ કે કોઈ અન્ય ઇમરજન્સી જરૂરિયાત હોઈ તો એ વ્યક્તિને જ જાણ કરશે. ઘરમાં જ રહેવા તમામને અપીલ કરવામાં આવી છે. રાજકોટના 50 ટકા પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી આવતા નિર્ણય કરવામા આવ્યો છે.

મહિલા કોરોના મુક્ત થતાંરજા આપવામાં આવી
ભાવનગરમાં સાંઢીયાવાડ જોગીવાડની ટાંકી ઈન્ડિયા હાઉસમાં રહેતા અબ્દુલ કરીમભાઈ દિલ્હી તબલિગી જમાતના કાર્યક્રમમાં ગયા હતા. અને સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. તેમના પુત્રવઘુ સલમાબેન ઉબેદુલ્લાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 4 એપ્રિલથી આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તબીબોની સઘન સારવાર દરમિયાન તેમનો બે વાર રીપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે હોસ્પિટલમાંથી ત્રીજા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

21 વખત બહાના કાઢીને યુવાન બહાર નીકળ્યો, પોલીસે CCTV ના આધારે અટકાયત કરી
રાજકોટમાં કોરોના વાઈરસના કહેર વચ્ચે રાજકોટમાં એક વ્યક્તિ 21 વખત અલગ-અલગ બહાના હેઠળ ઘરની બહાર નીકળ્યો અને હાઇવે પ્રોજેક્ટના સીસીટીવી હેઠળ દેખાઈ જતા પોલીસે તેની અટકાયત કરી છે
ઘોઘામાં કોરોના વાઈરસનો પ્રથમપોઝિટિવ કેસ નોંધાયો

ભાવનગર નજીકના ઘોઘામાં કોરોના વાઈરસનો પ્રથમપોઝિટિવ કેસ નોંધાયો છે. ઘોઘા રહેતી શેખ ફરીદા બીનયામીન નામની 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી ભાવનગર શહેર-જિલ્લામાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઘોઘામાં પ્રથમ કોરોના પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. રાજકોટમાં અત્યાર સુધી 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને પગલે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં ફરજ પરના એક હોમગાર્ડ જવાનનું સેમ્પલ લેવાયું છે. જોકે હજી તેનોરિપોર્ટ પેન્ડિંગ છે

યુવાનોને ભજીયા પાર્ટી અને પોલીસ સ્ટેશનનો ટિકટોક વીડિયો બનવાવો ભારે પડ્યો
જેતપુરના નવી સાંકળી ગામના યુવાનોને ભજીયા પાર્ટી અને પોલીસ સ્ટેશનનો ટિકટોક વીડિયો બનવાવો ભારે પડ્યો છે. જેતપુર પોલીસે 7 યુવકો ની ઘરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના નવી સાંકળી ગામના યુવાનો તાલુકા પોલીસ સ્ટેશનનો ટિક્ટોક વિડ્યો બનાવ્યો હતો. વીડિયોમાં જેતપુર પોલીસ સ્ટેશન બતાવીને ઉલ્લેખ કર્યો હતો કે બુલાતી હે મગર જાનેકા નહીં. ગામની વાડીમાં ભજીયા પાર્ટી કરતા હોય તેનો પણ વીડિયો પણ ટિક્ટોક ઉપર મુક્યો હતો. જેતપુર તાલુકા પોલીસે 7 યુવકો સામે ફરિયાદ દાખલ કરી ને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે..

સ્ટોક કરેલો સરકારી રાશનનો મસમોટો જથ્થો ઝડપાયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા મામલતદાર દ્વારા પાલીતાણાની પરીમલ સોસાયટીમાંથી સ્ટોક કરેલો સરકારી રાશનનો મસમોટો જથ્થો ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલીતાણાના પરીમલ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા ફિરોજભાઈ આદમભાઈ સૈયદને ત્યાં ચેકિંગ હાથ ધરીને સ્ટોક કરાયેલા 91 કટ્ટા ઘઉં, 32 કટ્ટા ચોખા, 4 કટ્ટા ખાંડ અને 27 કટ્ટા દાળ મળી કુલ 154 કટ્ટા પુરવઠો કુલ રૂ. 41449 ની કિંમતનો બિન હિસાબી માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લોકમિત્ર નામની એપ્લિકેશન બનાવવામાં આવી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી સહિત સાવરકુંડલા અને જાફરાબાદના લોકો માટે એક નવી પહેલ કરવામાં આવી છે કે, હવેથી લોકોને ઘરની બહાર નીકળવું નહિ પડે અને ઘરે બેઠા જ આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલીવરી મળશે. આ માટે લોકમિત્ર નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, જે એપ્લિકેશનની મદદથી લોકોને ફળો, શાકભાજી, દૂધ, કરિયાણાની વસ્તુઓ, તેમજ અન્ય જાણકારીઓ આ એપ્લિકેશનમાં મળી રહેશે. ઍપલ મોબાઈલ ઉપર https://apps.apple.com/in/app/lokmitra/id1505786919 લિંકથી ડાઉનલોડ થઈ શકશે. તેમજ એન્ડ્રોઇડ મોબાઈલમાં https://tinyurl.com/up9v6k5 લિંકથી ડાઉનલોડ થઈ શકશે.

એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડીને લઇ જવાતા હતા
રાજકોટથી પોરબંદર જતી એમ્બ્યુલન્સમાં બેઠેલા મુસાફરોને પોલીસે ઝડપી પાડીને રાજકોટ તાલુકા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી છે. લોકડાઉનમાં પોરબંદર જવા એમ્બ્યુલન્સમાં બેસીને મુસાફરો નીકળ્યા હતા.લોકડાઉનમાં ગેરકાયદેસર રીતે રાજકોટના મેટોડાથી ઉના પોરબંદર મુસાફરો લઈ જતી એમ્બ્યુલન્સ ઝડપી પાડનાર તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળા, પીએસઆઇ રાજપુરોહીત અને ચેક પોસ્ટ ટીમને 15 હજાર રૂપિયાના ઇનામની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરાત કરી છે.

એમ્બ્યુલન્સને પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરતો આરોપી ઝડપાયો
રાજકોટમાં લોકડાઉન દરમિયાન એમ્બ્યુલન્સને પબ્લિક ટ્રાસ્પોર્ટ તરીકે ઉપયોગ કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ તાલુકા પોલીસે એમ્બ્યુલન્સ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે. આણંદના અક્ષરકુમારને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. તો પેસેન્જર સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

સહાય મેળવવાના રજીસ્ટ્રેશન ફોર્મ વિતરણના મેસેજથી પોલીસ પહોંચી

ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગી માટે સહાય મેળવવાના રજીસ્ટ્રેશન ફોર્મનું એક ઘરમાં રૂ. 10 લઈને વિતરણ કરવામાં આવી રહ્યું હતું. કલમ 144 નો ભંગ અને આવા ફોર્મ ભરવા અંગેની કોઈ સરકારની ગાઈડ લાઇન ન હોય જેથી લોકોના ટોળા ઉમટ્યા હોવાની બાતમીના આધારે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. જે ઘરમાંથી આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું હતું ત્યાં પહોંચી પોલીસે 1000 જેટલા ફોર્મ ઝડપી પાડી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાંથી 72 સેમ્પલ લેવાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસ માટે અત્યાર સુધી 72 જેટલા વ્યક્તિઓના સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાં 60 સેમ્પલ રાજકોટ શહેરના, 8 સેમ્પલ રાજકોટ જિલ્લાના અને 4 સેમ્પલ અન્ય જિલ્લાના લેવાયા છે. 72 સેમ્પલ પૈકી 14 બાળકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી 46 સેમ્પલના પરિણામો નેગેટિવ આવ્યા અને 26 સેમ્પલના પરિણામો આવવાના હજુ બાકી છે.
યુરીયા ખાતરની ખરીદી માટે લાંબી કતારો જોવા મળી
સુત્રાપાડાના લોઢવા ગામમાં યુરિયા ખાતરની અછત વચ્ચે ખરીદી માટે ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. હાલ ખેડૂતોને પાક માટે યુરિયા ખાતરની જરૂર છે, તો બીજી તરફ લોકડાઉનને લઈને યુરિયા ખાતરની અછત પણ વર્તાઈ રહી છે, જોકે હવે ધીમે ધીમે ખાતરનો થોડો ઘણો જથ્થો આવતા ખેડૂતોમાં ખરીદી માટે હોડ લાગી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Rajkot Live
Sample of homeguard jawans taken in Jangaleswar area in rajkot


Corona Rajkot Live
Sample of homeguard jawans taken in Jangaleswar area in rajkot


Corona Rajkot Live
Sample of homeguard jawans taken in Jangaleswar area in rajkot


રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર