Home Gujarati રાજકોટમાં આવતીકાલથી કેન્દ્રો પરથી રિટેલ દૂધનું વેચાણ બંધ, ગ્રાહકોને દૂધની હોમ ડિલિવરી...

રાજકોટમાં આવતીકાલથી કેન્દ્રો પરથી રિટેલ દૂધનું વેચાણ બંધ, ગ્રાહકોને દૂધની હોમ ડિલિવરી થશે

85
0

રાજકોટઃરાજકોટ ડેરી એસોસિએશનની આજે જિલ્લા કલેકટર સાથે બેઠક મળી હતી. જેમાં આવતીકાલથી દૂધનું રિટેલ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે ગ્રાહકોને દૂધની હોમ ડિલેવરી આપવાની સૂચના આપવામાં આવી છે. ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિ ઘરેથી નીકળશે તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે
કોરોનાની મહામારીમાં હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિ હવે જો પોતાના ઘરેથી નીકળશે તો તેની સામે પોલીસ સખ્ત કાર્યવાહી કરશે રાજકોટ પોલીસ દ્વારા ડિઝિટલ સિસ્ટમ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સેફ રાજકોટ સેફ ગુજરાત નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. હોમ કોરેન્ટાઈન કરેલી દરેક વ્યક્તિને મોબાઈલમાં આ એપ્લિકેશનની લિંક આપવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇન કરેલી વ્યક્તિઓને દર 2 કલાકે લોકેશન અને ફોટો અપલોડ કરવાનો રહેશે. જો કોઇ પણ હોમ ક્વોરેન્ટાઇન કરેલ વ્યક્તિ પોતાનું સ્થાન છોડીને બીજે જશે તો પોલીસ કરશે કડક કાર્યવાહી કરશે.

3 કારખાનેદારોએ સામેપોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રાજ્યભરમાં લોકડાઉન હોવા છતાં ગોંડલમાં સિમેન્ટ ઉદ્યોગના 3 કારખાનેદારોએ મજૂરોને છુટ્ટા કરીને રોડ પર રઝળતા મૂકી દેતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના પાસે આવેલા હનિફભાઈ નાથાભાઇ ધાડા, ઈસ્માઈલભાઈ અબુભાઈ ધાડા અને અઝીઝભાઈ અલીભાઈ પતાણી દ્વારા પોતાના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોને જાહેર માર્ગો પર છૂટ્ટા મૂકી દેવાયા હોવાનું સિટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. એન રામાનુજના ધ્યાને આવતા ત્રણેય કારખાનેદારો વિરૂદ્ધ આપીસી કલમ 279 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોઇ કારખાનેદાર મજૂરોને છુટ્ટા મૂકશે તો કાર્યવાહી થશે
નાયબ પોલીસ અધિક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે, કારખાનેદારો સંપૂર્ણપણે જાણતા હતા કે, મજૂરોને જાહેરમાં છુટ્ટા મૂકવાથી કોરોના વાઈરસનો ચેપ ફેલાય તેમ છે, તેમ છતાં પણ કારખાનેદારો દ્વારા બેદરકારી દાખવી માનવતાને નેવે મૂકી મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા હોય તેથી આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જો આ લોકડાઉનના સમયમાં હજી પણ કોઈ કારખાનેદારો દ્વારા તેમના મજૂરોને છૂટ્ટા કરી રોડ પર ખુલ્લા મુકાશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે.

આજે વધુ 14 સેમ્પલ લઇ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા

રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 8 પોઝિટવ કેસ નોંધાયા છે.અત્યાર સુધી 82 સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાંથી 8 પોઝિટિવ અને 74 નેગેટિવ આવ્યા છે.આજે વધુ 14 સેમ્પલ લઇ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે.

1500 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કર્યાં છે

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે,રાજકોટ શહેરમાં 1200 જેટલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં300 જેટલા લોકોનેહોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

લોકડાઉનના ચોથા દિવસે રાજકોટના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા

રાજકોટ શહેરમાં લોકડાઉનમાં દરમિયાન લોકો કામ સિવાય બહાર નીકળતા નથી. લોકડાઉનના ચોથા દિવસે રાજકોટના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. રાજકોટમાં રેસકોર્સ ચોક પરનો ડ્રોનનો નજારો જોવા મળ્યો હતો. જેમાં રસ્તા ઉપર એકપણ વ્યક્તિ જોવા મળ્યો નહોતો.
ખરીદદાર ન મળતા ખેડૂતોએ શાકભાજીરસ્તા પર ફેંકી દીધા

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને ખરીદદાર ન મળતા શાકભાજી બગડી ગયા છે. જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આજે સવારે રાજકોટ માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોએ શાકભાજી રસ્તા ઉપર ફેંકી દીધા હતા. એક તરફ જીવન જરૂરી વસ્તુ માટે લોકો ચિંતા કરીને માલ સામાન લેવા નીકળી રહ્યા છે, બીજી તરફ ખેડૂતોને શાકભાજી ફેંકી દેવી પડી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટના રેસકોર્સ ચોક પરનો ડ્રોનનો નજારો


શાકભાજી ફેંકી રહેલા ખેડૂતો


ફેંકી દીધેલા શાકભાજી


રાજકોટ સિવિલ હોસ્પિટલ – ફાઇલ તસવીર