Home Gujarati રાંચીના ઝૂમાં ઝાડ પર ચડેલો યુવક ભૂલથી વાઘણનાં પાંજરાંમાં પડ્યો, વાઘણે તેને...

રાંચીના ઝૂમાં ઝાડ પર ચડેલો યુવક ભૂલથી વાઘણનાં પાંજરાંમાં પડ્યો, વાઘણે તેને ફાડી ખાધો

107
0

રાંચી: ઝારખંડનાં રાંચી શહેરમાં આવેલા ભગવાન બિરસા બાયોલોજીકલ પાર્કમાં ‘અનુષ્કા’ નામની વાઘણે જીવ લીધો છે. આ યુવકની ઓળખાણ હજુ થઈ નથી.ઝૂ કીપર રમજીતના કહેવા પ્રમાણે, યુવક ઝૂને અડીને આવેલા ઝાડ પર ચઢ્યો હતો અને અચાનક તેનો પગ લપસતાં તે અનુષ્કાના પાંજરાંમાં પડ્યો. અનુષ્કાએ તરત જ તેની પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો.

પોલીસ હાલ સીસીટીવી કેમેરાની મદદથી ઘટનાની તપાસ કરી રહી છે. આવી જ એક ઘટના દિલ્હીના ઝૂમાં વર્ષ 2014માં થઈ હતી. 20 વર્ષીય યુવક ફોટો લેતા સફેદ વાઘના પાંજરાંમાં પડ્યો હતો, જેનો તે શિકાર બન્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Tigress ‘Anushka’ kills youth in Ranchi’s Ormanjhi zoo