Home Gujarati કેરળના રસ્તા પર સોનાની રોલ્સ રોયસ ટેક્સી દેખાઈ, યુઝરે પૂછ્યું-આ બપ્પી લહેરીની...

કેરળના રસ્તા પર સોનાની રોલ્સ રોયસ ટેક્સી દેખાઈ, યુઝરે પૂછ્યું-આ બપ્પી લહેરીની કાર છે?

109
0

કેરળ: ટ્વિટર પર હાલ સોનાની રોલ્સ રોયસ કારનો ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝરને આ સોનાની રોલ્સ રોયસ જોઈને એટલે આશ્ચર્ય થાય છે કારણ કે, તે એક ટેક્સી છે. ઇન્ટરનેટ પર આ ટેક્સી જોઈને યુઝર કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, શું આ બપ્પી લહેરીની કાર છે?

સિરિષ ચંદ્રન નામના ટ્વિટર યુઝરે ટેક્સીનો ફોટો શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે,આ આ રિયલ છે. લેટેસ્ટ જનરેશનની રોલ્સ-રોયસ ફેન્ટમ કારની એક્સ શોરૂમ કિંમત 9.5 કરોડ રૂપિયા છે.

ટેક્સી તરીકે ફરજ બજાવતી સોનાની રોલ્સ કાર કેરળમાં આવેલા ઓક્સિજન રિસોર્ટ પેકેજનો એક પાર્ટ છે. તે રિસોર્ટમાં 2 દિવસ માટે રહેવા આવતા પ્રવાસીઓને પિક-અપ અને ડ્રોપની સેવા આપે છે. રિસોર્ટના માલિક બોબી ચેમ્મનુરની આ કાર છે. 25 હજાર રૂપિયામાં આ કારમાં બેસવાનો લ્હાવો લઈ શકાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Gold Rolls-Royce cab in Kerala goes viral. Is that Bappi Lahiri’s car