Home Gujarati રશિયામાં બિલ્ડિંગના 9મા માળ પરથી બરફની ચાદર પર પડેલી મહિલા જાતે જ...

રશિયામાં બિલ્ડિંગના 9મા માળ પરથી બરફની ચાદર પર પડેલી મહિલા જાતે જ ઊભી થઈને ચાલવા લાગી

133
0

મોસ્કો: રશિયામાં 27 વર્ષીય મહિલાનો બિલ્ડિંગ પરથી પડ્યા હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. આ મહિલા બિલ્ડીંગના 9મા માળ એટલે કે લગભગ 90 ફૂટની ઊંચાઈએથી પડી હતી. જોવાની વાત તો એ છે કે, આટલી ઊંચાઈએથી રસ્તા પર પથરાયેલી બરફની ચાદર પર પડી હોવા છતાં તે મહિલા તરત જ ઊભી થઈને ચાલવા લાગી હતી.

આ ઘટના 22 જાન્યુઆરીએ બની હતી અને તે સમયે તાપમાન માઈનસ 14 ડિગ્રી હતું. વીડિયોમાં મહિલા જેટલી ઊંચાઈ પરથી પડે તે છે તે જોઈને તેઓ એવું જ લાગે છે કે નક્કી તેનો હાથ-પગ ભાંગ્યો હશે, પણ મહિલાનું એક હાડકું પણ ભાગ્યું નથી.

મહિલાની ઓળખ જાહેર કરવામાં નથી આવી પણ હાલ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તેની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે, નવાઈની વાત છે કે દર્દીને આટલી ઊંચાઈએથી પડ્યા પછી પણ અમુક ઇન્ટર્નલ ઈજા જ થઈ છે. તેના શરીરનાં તમામ હાડકાં સલામત છે.

પોલીસે તપાસ બાદ જણાવ્યું કે, મહિલાને કોઈએ પણ ઘરમાંથી ધક્કો નથી માર્યો. ઘટના સમયે તે ઘરમાં એકલી હતી. બિલ્ડિંગની નીચે પથરાયેલી બરફની ચાદરને લીધે તેનો ચમત્કારિક બચાવ થયો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Woman falls from 9th floor, gets up and walks away after landing on snow pile