Home Gujarati માઉન્ટેન પર સ્કીઇંગ માટે બરફ ન હોવાથી હેલિકૉપ્ટરની મદદથી 4 લાખ રૂપિયાના...

માઉન્ટેન પર સ્કીઇંગ માટે બરફ ન હોવાથી હેલિકૉપ્ટરની મદદથી 4 લાખ રૂપિયાના ખર્ચે 50 ટન બરફ મંગાવ્યો

111
0

પેરિસ: ફ્રાન્સમાં એક ફ્રેન્ચ સ્કી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી સૂકી જગ્યા પર બરફ ડિલિવર કર્યો હતો. લુશોન-સુપરબેન્ગરી રિસોર્ટ દર વર્ષે બરફ પર સ્કીઈંગનું આયોજન કરે છે, પણ નસીબજોગે આ વર્ષે અહીં દૂર-સૂર સુધી ક્યાંય બરફ ન નથી, આથી રિસોર્ટે હેલિકૉપ્ટરની મદદથી આશરે 50 ટન બરફના સ્લોટ ડિલિવર કર્યા છે. આ બરફ માઉન્ટેન પરથી કલેક્ટ કરવામાં આવ્યો હતો. બરફ લાવવામાં રિસોર્ટને 3.87 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

યુરોપથી દર વર્ષે હજારો પ્રવાસીઓ પેરિનિસ માઉન્ટેન સ્કીઇંગ કરવા માટે આવે છે. આ પર્યટકોને ઉદાસ ન થવું પડે એટલે તાબડતોડ બરફની વ્યવસ્થા કરી હતી. ફ્રાન્સમાં ફેબ્રુઆરી-માર્ચમાં સ્કૂલમાં રજા હોય છે, આથી આ સમયે રિસોર્ટ ઘણો વ્યસ્ત રહે છે. રિસોર્ટના મેનેજરે જણાવ્યું કે, અમે 100 લોકોને રોજગારી આપીએ છીએ. તેમાં સ્કી ટીચર, લિફ્ટ ઓપરેટર અને હેલ્પર જેવા લોકો સામેલ છે. ફ્રાન્સમાં ઘણા રિસોર્ટ હવામાનના ફેરફારને લીધે બંધ થવાની આરે આવીને ઊભા છે.

પર્યાવરણ વિશેષજ્ઞોએ હેલિકૉપ્ટરથી બરફ લાવવાની વાતને ખોટી કહી છે. તેમનું માનવું છે કે, આપણે સૌ ક્લાઈમેટ ચેન્જ સામે લડવાને બદલે આ સમસ્યાને મોટી બનાવી રહ્યા છીએ. બરફ લાવવામાં પૈસા અને ઊર્જા ખર્ચ થઈ છે. તો બીજી તરફ રિસોર્ટે કહ્યું કે, અમારી સાથે અન્ય કોઈ વિકલ્પ નહોતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


French ski resort uses helicopters to deliver snow for bare slopes


French ski resort uses helicopters to deliver snow for bare slopes


French ski resort uses helicopters to deliver snow for bare slopes