Home Gujarati ઈકો-ફ્રેન્ડલી રીતે અંતિમ સંસ્કારથી કાર્બન ઉત્સર્જિત થયા વગર પાર્થિવ દેવ 30 દિવસમાં...

ઈકો-ફ્રેન્ડલી રીતે અંતિમ સંસ્કારથી કાર્બન ઉત્સર્જિત થયા વગર પાર્થિવ દેવ 30 દિવસમાં નાશ પામશે

110
0

વોશિંગ્ટન: મૃતદેહને અગ્નિદાહ આપતા વાતાવરણમાં કાર્બન ઉત્સર્જિત થતા અટકાવવા માટે અમેરિકામાં ઈકો-ફ્રેન્ડલી અંતિમ સંસ્કાર કરવાની પહેલ શરુ કરી છે. આ અલગ પ્રકારના અંતિમ સંસ્કારમાં પાર્થિવ દેહને લાકડાંનાં ટુકડાં અને વનસ્પતિના પાંદડાંના અવશેષોમાં બંધ કરવામાં આવે છે, ત્યારબાદ બોક્સને રોટેટ કરવામાં આવે છે.આ બોક્સમાં શરીરનું તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તે દરમિયાન તેમાં જીવનું ઉત્પન્ન થાય છે અને શરીર માત્ર 30 દિવસમાં નાશ છે. 30 દિવસ બાદ અંતમાં ખાતર રૂપે માત્ર અમુક હાડકાં અને માટી જ વધે છે.

હાલ આ પ્રયોગના ટ્રાયલમાં હાડકાંના અવશેષ પ્રાપ્ત થાય છે, પણ વ્યવસાયિક રીતે આ પહેલ શરૂ થયા બાદ હાડકાં પણ નાશ પામશે હાલ માટે 6 મહિના સુધી મૂર્ત શરીર ઓર ટ્રાયલ કરવામાં આવશે. ઓફિશિયલ રીતે આ પહેલ ફેબ્રુઆરી, 2021થી અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં શરૂ થશે. આ પ્રકારની સેવા દુનિયાની પ્રથમ સેવા હશે.

પાર્થિવ શરીરને ઈકો-ફ્રેન્ડલી રીતે નાશ કરવાની પ્રક્ટિયા ડેવલલોપ કરનારી કંપની રિકમ્પોઝનું કંપનીનું કહેવું છે કે, આ પ્રકારથી અંતિમક્રિયા કરવાથી પર્યાવરણને નુકસાન નહીં થાય. નોર્મલ અંતિમ ક્રિયામાં આશરે 1 ટન કાર્બન ઉત્સર્જિત થાય છે, જે આમાં નહિવત છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની રિસર્ચ ટીમ પ્રમાણે, 30 દિવસમાં પાર્થિવ દેહ સંપૂર્ણપણે અપઘટિત થઈ જાય છે, આ પ્રક્રિયામાં ઉચ્ચ તાપમાનને લીધે શરીરની બીમારીઓ પણ નષ્ટ પામે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Cremation exercise in eco friendly way, body will end in 30 days