Home Gujarati ભાવનગરમાં ગઇકાલે એકસાથે પાંચ કેસ પોઝિટિવ આવતા જ શહેરમાં સન્નાટો છવાયો, લોકોની...

ભાવનગરમાં ગઇકાલે એકસાથે પાંચ કેસ પોઝિટિવ આવતા જ શહેરમાં સન્નાટો છવાયો, લોકોની અવરજવર નહીંવત બની

103
0

ભાવનગર: ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એક મહિલાનું મોત નીપજતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. વધુ એક મોતને પગલે લોકોમાં એક પ્રકારે ડર છવાયો છે. જ્યારે માર્ગો પરની અવરજવર પણ નહીંવત બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં બેરીકેટ દ્વારા માર્ગો બંધ કરી દઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા કેસને પગલે પોલીસે શહેરના ભીલવાડા, રાણીકા, ઘોઘા રોડ અને વડવા વિસ્તારમાં બેરીકેટ નાખી આ વિસ્તારના લોકોને બહાર જવા પર અંકુશ મૂકી દીધો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી પણ હાથ ધરી છે.
લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં સન્નાટો પ્રસરી જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

સુરતથી છૂપાઇને અઢી લાખ લોકો આવ્યા તેને ટેક કરવા અઘરા: DDO

ભાવનગર જિલ્લાના DDO વરૂણ બરનવાલે જણાવ્યું હતું કેસુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે.પરંતું છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવું અઘરુ છે.ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવાહેલ્થકર્મીઓ જાય છે પણ તેનીસાથે ગેરવર્તન કરી રહ્યા છે. લોકો જિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી છે.

(ભરત વ્યાસ, ભાવનગર)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભાવનગરમાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે