Home Gujarati અંકલેશ્વરની 5 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું: ‘પીગી બેંકના રૂપિયા સરકારને આપુ...

અંકલેશ્વરની 5 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ, કહ્યું: ‘પીગી બેંકના રૂપિયા સરકારને આપુ છું, જેથી કોરોના સામે લડી શકાય અને ગરીબોને મદદ થાય’

135
0

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકના રૂપિયા કોરોના વાઈરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો 5 વર્ષની બાળકી પેરિસ વ્યાસનો વાયરલ વાયરલ થયો છે. વીડિયોમાં બાળકી પેરીસ વ્યાસે જણાવ્યું હતું કે, મારૂ નામ પેરિસ વ્યાસ છે, મારી પીગી બેંકમાં જેટલા પણ રૂપિયા છે, તે તમામ રૂપિયા હું સરકારને આપી રહી છું, જેથી સરકાર ગરીબ લોકોની મદદ કરી શકે અને કોરોનાની સામે લડી શકે. તમે પણ મારી જેમ સરકારની મદદ કરો જય હિન્દ
બાળકી દેશના તમામ લોકો માટે પ્રેરણા સમાન બની
અંકલેશ્વરની પેરીસ વ્યાસ નામની 5 વર્ષની નાનકડી બાળકીએ પોતાની દરિયાદિલી દેખાડી છે. અને પોતાની પીગી બેંકમાં રહેલા રૂપિયા કોરોના વાઈરસના લોકડાઉનમાં ગરીબોને મદદ મળી રહે અને કોરોના વાઈરસ સામે લડી શકાય તે માટે સરકારને આપવાની જાહેરાત કરી છે. બાળકીના પીગી બેંકમાં રૂપિયા માત્ર 11 રૂપિયા છે, પરંતુ આ કિસ્સો દેશના તમામ લોકો માટે પ્રેરણા સમાન બની રહેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


5 વર્ષની બાળકી પેરિસ વ્યાસ