Home Gujarati ભારે બરફવર્ષાને કારણે રસ્તા બંધ થઈ ગયા હોવાથી વરરાજા 4 કિમી ચાલીને...

ભારે બરફવર્ષાને કારણે રસ્તા બંધ થઈ ગયા હોવાથી વરરાજા 4 કિમી ચાલીને દુલ્હનને ઘરે પહોંચ્યો

116
0

ચમોલી: ઉત્તરાખંડમાં હાલ ભારે બરફવર્ષા થઈ રહી છે. આ બરફવર્ષાને લીધે બધા રસ્તા બંધ થઈ ગયા છે. રસ્તા બંધ થવાને કારણે ગામમાં ગાડી જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, એવામાં ચમોલી જિલ્લામાં બિરજા ગામમાં બુધવારે એક વરરાજા 4 કિલોમીટર ચાલીને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. બરફવર્ષાને લીધે દુલ્હાને છત્રી લઈને ચાલવું પડ્યું હતું.

જાનૈયાઓએ જણાવ્યું કે, જ્યારે જાન નીકળી ત્યારે ભારે બરફવર્ષા થઈ રહી હતી. રસ્તો બંધ હતો અને ગાડી પસાર થઈ શકે તેવી પરિસ્થતિ નહોતી. તેવામાં અમે વરરાજા સાથે ચલતા લગ્ન સ્થળ સુધી પહોંચ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The path closed due to snow, the groom walked four km to the bride’s house


The path closed due to snow, the groom walked four km to the bride’s house