Home Gujarati બ્રેઇન ટ્યૂમરની ચાલુ સર્જરીએ પેશન્ટ ભાનમાં આવી, પછી સર્જરી પૂરી થઇ ત્યાં...

બ્રેઇન ટ્યૂમરની ચાલુ સર્જરીએ પેશન્ટ ભાનમાં આવી, પછી સર્જરી પૂરી થઇ ત્યાં સુધી વાયોલિન વગાડતી રહી

114
0

લંડન: આ ઘટના લંડનની કિંગ્સ કોલેજની છે. ઓપરેશન થિયેટરમાં 53 વર્ષીય ડૈગમર ટર્નરની બ્રેઇન સર્જરી ચાલતી હતી. 6 કલાકના ઓપરેશનનો લગભગ અડધો સમય જ વીત્યો હતો ત્યાં ડૈગમર અચાનક ભાનમાં આવી ગઈ. પછી તેણે વાયોલિન માગ્યું અને વગાડવા માંડ્યું. ડૉક્ટર્સે બાકી સર્જરી આમ જ પૂરી કરી. ડૈગમર વાયોલિન વગાડતી રહી અને ડૉક્ટર્સે તેમના મગજમાંથી 8 બાય 4 સે.મી.ની ટ્યૂમર સફળતાપૂર્વક કાઢી.

ડૈગમર વાયોલિન વગાડી રહી હોવાથી ડૉક્ટર્સને ટ્યૂમર કાઢવામાં સરળતા રહી, કેમ કે તેમણે વાયોલિન વગાડતી વખતે ડૈગમરના મગજનો જે હિસ્સો સક્રિય હતો તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખ્યો. મૂળ સર્જરી દરમિયાન ડૈગમરને ભાનમાં લાવીને તેમની પાસે વાયોલિન વગાવડાવવાનો આઇડિયા ડૉક્ટર્સનો જ હતો, જેથી ઓપરેશન દરમિયાન તેમના મગજનો તે હિસ્સો સક્રિય થઇ જાય.

ડૈગમરને બ્રેઇન ટ્યૂમર હોવાનું 2013માં નિદાન થયું હતું. વાયોલિન ડૈગમરનું પેશન છે. તેઓ 10 વર્ષની ઉંમરથી વાયોલિન વગાડે છે. વ્હાઇટ સિમ્ફની ઓરકેસ્ટ્રા તથા અન્ય ઘણા ગ્રુપમાં વાયોલિનના પરફોર્મન્સ આપે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The 53 year old woman regained consciousness in the middle of brain surgery in london


The 53 year old woman regained consciousness in the middle of brain surgery in london