બેંગલુરુ: 20 ફેબ્રુઆરીએ બેંગલુરુની પોલીસે ટ્વિટર પર 1 મિનિટનો વીડિયો શેર કર્યો હતો, જેના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરવાનું થાકી નથી રહ્યા. બેંગલુરુની પોલીસે સ્ટ્રેસ દૂર કરવા અને રોજબરોજની ભાગદોડ ભરેલી જિંદગીમાંથી બ્રેક લેવા માટે ઝુમ્બા પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. વીડિયોના જોઈ શકાય છે કે, પોલીસ પુશ-અપ્સ કરી રહ્યા છે, જે બાદ તેઓ ઝુમ્બા કરવા લાગે છે. ટ્વિટર પર આ વીડિયોને 4 હજારથી વધારે લોકોએ જોયો છે.
Rhythmic stress buster – Zumba program for Police personnel of North-East Division.#ನಮ್_ಪವರ್ 🎵🎶🎵🎶 pic.twitter.com/UaQGYzjQZn
— BengaluruCityPolice (@BlrCityPolice) February 20, 2020
ઝુમ્બા એક પ્રકારની કસરત જ છે, જેને મ્યુઝિકની રિધમમાં કરવામાં આવે છે. ઝુમ્બાની શોધ વર્ષ 1990માં કોલોમ્બિયન ડાન્સર અને કોરિયોગ્રાફર આલ્બર્ટોએ કરું હતું.