Home Gujarati અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કરવા ફૂડ આર્ટિસ્ટે 107 કિલોની 3 ઈડલી બનાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કરવા ફૂડ આર્ટિસ્ટે 107 કિલોની 3 ઈડલી બનાવી

101
0

ચેન્નાઈ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી ચૂક્યા છે. બંનેએ પીએમ મોદી સાથે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી પણ વધારે પબ્લિકને સંબોધ્યા હતા. દેશભરના આર્ટિસ્ટ એમરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે પોતાની કળાનો ઉપયોગ કરી રહ્યા છે, તેવામાં ચેન્નાઈમાં શેફ અને ફૂડ આર્ટિસ્ટ ઇનિઆવને મોટી ઈડલી બનાવી છે, જેની પર પીએમ મોદી અને પ્રેસિડન્ટ ટ્રમ્પના ચહેરાની કોતરણી કરી છે.

ઇનિઆવને 107 કિલોગ્રામ વજનની ત્રણ ઈડલી બનાવી છે. આ ઈડલીને રાંધતા તેને 36 કલાકનો સમય લાગ્યો હતો, એક ઈડલીમાં ટ્રમ્પ અન્યમાં મોદી અને ત્રીજામાં ભારત-અમેરિકાનો રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. ઇનિઆવને આ ક્રિએટિવ ઈડલી બનાવવામાં 6 મેમ્બરે મદદ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Chennai food artist creates 3 massive 107-kg idlis to welcome Donald Trump