Home Gujarati ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ‘હોર્સ યુનિટ’ માટે સ્પેશિયલ યુનિફોર્મ બનાવ્યો, યુઝરે કહ્યું-ગરમીમાં...

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ‘હોર્સ યુનિટ’ માટે સ્પેશિયલ યુનિફોર્મ બનાવ્યો, યુઝરે કહ્યું-ગરમીમાં આ યુનિફોર્મનું શું કરશો !

120
0

મુંબઈ: બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ મુંબઈના ‘હોર્સ યુનિટ’ માટે સ્પેશિયલ યુનિફોર્મ તૈયાર કર્યો છે. 88 વર્ષ પહેલાં મુંબઈમાં પોલીસ ઘોડા પર ફરતી હતી, પરંતુ ટ્રાફિકને કારણે ‘હોર્સ યુનિટ’ની જરૂર ન હોવાનું વિચારીને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો. પરંતુ હવે આ યુનિટ એકવાર ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.

મુંબઈ પોલીસે સોમવારે ટ્વિટર પર માઉન્ટેડ હોર્સ યુનિટનો વીડિયો શેર કર્યો છે અને સાથે જ મનીષ મલ્હોત્રાનો આભાર પણ માન્યો છે. વીડિયોને અત્યાર સુધી 23 હજારથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે.આ નવું હોર્સ યુનિટ સૌપ્રથમ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિન પરેડમાં ભાગ લેશે અને ત્યારબાદ તેને મુંબઈ પોલીસમાં સામેલ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા યુઝર્સનો રિસ્પોન્સ
જોકે આ નવા યુનિફોર્મ અંગે સોશિયલ મીડિયામાં અલગ-અલગ રિસ્પોન્સ મળી રહ્યો છે. યુઝરે કમેન્ટમાં લખ્યું કે આ યુનિફોર્મ તો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સૈનિકનો હોય તેવો લાગી રહ્યો છે. તો અન્ય યુઝરે લખ્યું કે, મુંબઈ પોલીસ તેમાં કામથી જ હીરો છે, તેમને આવા કોઈ ડિઝાઈનર યુનિફોર્મની જરૂર નથી. ઘણા યુઝરને આ ડિઝાઈન ગમી છે, તો ઘણાયને પ્રશ્ન થાય છે કે, મુંબઈની ગરમીમાં આવો યુનિફોર્મ પહેરી શકાશે ! યુનિફોર્મ પાછળ પૈસાનું પાણી કરવાની શું જરૂર છે !

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Fashion designer Manish Malhotra has created a special uniform for ‘Horse Unit’ in mumbai


Fashion designer Manish Malhotra has created a special uniform for ‘Horse Unit’ in mumbai