Home Gujarati ટાર્ગેટ પૂરો ન થતા કંપનીના કર્મચારીઓએ સ્ટેજ પર ઘૂંટણિયે ચાલીને પોતાને સજા...

ટાર્ગેટ પૂરો ન થતા કંપનીના કર્મચારીઓએ સ્ટેજ પર ઘૂંટણિયે ચાલીને પોતાને સજા આપી

199
0

બેઇજિંગ: ચીનમાં ચાંગચુંગ કંપનીના કર્મચારીઓ ઘૂંટણિયે ચાલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કંપનીના મેનેજર અને ડિરેક્ટર પણ સામેલ છે. આ કામ તેમણે એન્યુઅલ મીટિંગમાં સેલ્સ ટાર્ગેટ પૂરો ન કર્યો હોવાથી કર્યું છે.

જો કે, મીટિંગમાં સામેલ એક કર્મચારીએ દાવો કર્યો હતો કે, આ માટે કોઈ પણ દબાણ કરવામાં આવ્યું નથી, તેમણે જાતે જ પોતાની મરજીથી સજા આપી છે. શનિવારે ચીનમાં એક બ્લોગરે ચાઈનીઝ સોશિયલ મીડિયા પર 15 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં એક પછી એક કર્મચારીઓ મોઢું જમીન તરફ રાખીને ઘૂંટણિયે ચાલી રહેલા દેખાય હતા. ચાલતી વખતે તેઓ ‘હું જ જવાબદાર છું’ તેવું બોલી પણ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ટીકાને પાત્ર બન્યો છે. એક યુઝરે લખ્યું કે, આ ચીનની કંપની કડવું સત્ય છે. તેઓ ટાર્ગેટ પૂરો ન થાય તો કર્મચારીઓ પર દબાણ રાખે છે.

આની પહેલાં ચીનમાં ટાર્ગેટ પૂરો થઇ જતા કંપનીના માલિકે કર્મચારીઓના પગ ધોયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Chinese company executives CRAWL on the floor in front of their staff ‘after failing to hit their targets’