Home Gujarati પ્રોજેરિયાથી પીડિત 8 વર્ષની બાળકી એનાએ દુનિયાને અલવિદા કહ્યું, દુનિયાભરમાં 160 બાળકો...

પ્રોજેરિયાથી પીડિત 8 વર્ષની બાળકી એનાએ દુનિયાને અલવિદા કહ્યું, દુનિયાભરમાં 160 બાળકો આ બીમારીથી પીડિત

122
0

કીવ:દુર્લભ બીમારી પ્રોજેરિયાથી પીડિત 8 વર્ષની બાળકી એના સાકિડોને દુનિયાને અલવિદા કહ્યું છે. પ્રોજેરિયા એક પ્રકારનું જીનેટિક ડિસઓર્ડર છે. આ ડિસઓર્ડરમાં બાળકોની ઉંમર ઝડપથી વધવા લાગે છે અને તેઓ જલ્દી મૃત્યુ પામે છે. એનાના આંતરિક અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું. એના દેખાવમાં 80 વર્ષની વૃદ્ધા લાગે છે જ્યારે તેની ઉંમર માત્ર 8 વર્ષની અને વજન 7.7 કિલોગ્રામ છે. વિશ્વભરમાં આ બીમારીથી 160 લોકો પીડિત છે.

ગત મહિનેએનાનો 8મો જન્મ દિવસ હતો
એનાની સારવાર કરી રહેલા ડોક્ટર નાદેજ્દા કેટામેનના જણાવ્યા અનુસાર, ગત જાન્યુઆરીમાં એનાનો 8મો જન્મ દિવસ હતો. પ્રોજેરિયાથી પીડિત બાળકોનું 1 વર્ષ સામાન્ય બાળકોનાં 8થી 10 વર્ષ બરાબર હોય છે. તે મુજબ એના 80 વર્ષની હતી. ઉંમર વધવાની સાથે આ બીમારીથી પીડિત બાળકોના અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે અને બાળકોને સ્ટ્રોક પણ આવે છે. એના પણ અનેક સ્ટ્રોકનો સામનો કરી ચૂકી છે.

3 વર્ષની વયે એનાની બીમારી વિશે ખબર પડી હતી
એનાની સારવારમાં મદદરૂપ ફાઉન્ડેશન ઓફ યુક્રેનિયન વોલન્ટિયર્સના પ્રમુખ ટિમોફે નેગોર્નીના જણાવ્યા અનુસાર, એનાની ઈચ્છા હતી કે તે એક દિવસ ડોક્ટર્સને ખોટા સાબિત કરશે. તેની બીમારી વિશે 3 વર્ષની વયે માલુમ પડ્યું હતું. એનાની માતાના જણાવ્યા અનુસાર એના 10 મહિના સુધી બરાબર ચાલતી હતી પછી તેને તકલીફો પડવા લાગી હતી.
નેધરલેન્ડના વૈજ્ઞાનિકો અનુસાર, 200 લાખ બાળકોમાંથી કોઈ એક બાળકને પ્રોજેરિયા થાય છે. તે મુજબ વિશ્વભરમાં અત્યારે કુલ 160 બાળકો પ્રોજેરિયાથી પીડિત છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


An 8-year-old girl Anna Sakidon suffering from progeria says goodbye to the world, 160 children around the world suffer from the disease