Home Gujarati અમેરિકાના વૈજ્ઞાનિકોએ મધમાખીઓના 1500થી વધારે મૂવ્સની ડિક્શનરી બનાવી

અમેરિકાના વૈજ્ઞાનિકોએ મધમાખીઓના 1500થી વધારે મૂવ્સની ડિક્શનરી બનાવી

126
0

મિનીસોટા: અમેરિકાના વૈજ્ઞાનિકોએ મધમાખીઓના પરસ્પર સંદેશા-વ્યવહારના 1500થી વધારે મૂવ્સની ઓળખ કરી છે. આ મૂવ્સથી મધમાખીઓ અન્ય મધમાખીઓને ફૂલોની જગ્યા, અંતર અને દિશા સૂચવે છે. અમેરિકાની મિનીસોટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મધમાખીના 2 કોલોનીઝ (મધપૂડાં) પર રિસર્ચ કરીને આ મૂવ્સની ડિક્શનરી બનાવી છે. આ રિસર્ચના લીડર માર્ગેન કાર છે. રિસર્ચમાં 2 અલગ અલગ જગ્યાના કોલોનીઝ પર અધ્યનન કરવામાં આવ્યું હતું. રિસર્ચનો હેતુ મધમાખી યુવા મધમાખીઓને કઈ રીતે ફૂલોનો સ્ત્રોત જણાવે છે તે જાણવાનો હતો.

રિસર્ચમાં જોવા મળ્યું કે કોઈ પણ સ્થાન પરથી પસાર થતા સમયે મળમાખીઓનો વ્યવહાર બદલાઈ જાય છે. તેઓ પરસ્પર સંદેશા-વ્યવહાર માટે વેંગલ્સ ડાન્સ કરે છે. તે ઈંગ્લીશના 8 ડિજિટ જેવો હોય છે. મધમાખીઓનો ઊડતી વખતે 8 આકાર અન્ય મધમાખીઓ માટે સૂચન હોય છે. આ 8 આકારમાં મધમાખીઓના વળાંક પરાગકણોની ઉપલબ્ધતા અને દિશા બતાવે છે.

1528 વેંગલ્સ ડાન્સ
રિસર્ચ ટીમે 1528 વેંગલ્સ ડાન્સનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેનો હેતુ મધમાખીઓના પાલનમાં રૂચિ ધરાવનાર ખેડુતોને મદદ કરવાનો છે. તેથી ખેડુતો તેમની જમીનની આસપાસ પોલિનેશન વધારી શકે. તેનાથી પાકનું વધારે ઉત્પાદન થાય છે.

દુનિયાભરમાં મધમાખીઓ 80% પોલિનેશનનું કામ કરે છે
ગ્રીનપીસ અનુસાર, મધમાખીઓ ફૂલોમાં થનાર 80% પોલિનેશનનું કામ કરે છે. તેમના દ્વારા કરવામાં આવેલાં પોલિનેશનથી જ ફળ અંકુરિત થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમની કોલોની ઘટી રહી છે. તેનું કારણ ખેડુતો દ્વારા ઉપયોગમાં લેવાતી જંતુનાશકો દવાઓ અને ગ્લોબલ વોર્મિંગ છે.

મધમાખીઓની ઘટતી સંખ્યા રોકવી જરૂરી

  • મધમાખીઓના રહેઠાણની રક્ષા કરવામાં આવે
  • તેમને નુકસાન પહોંચડતા જંતુ નાશક દવાઓનો પ્રયોગ રોકવામાં આવે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Scientists in Minnesota studied and build a working dictionary of 1,500 dance moves that bees use to communicate with each other while flying in formation