Home Gujarati પોલીસ તમારી મિત્ર છે, ઘરમાં રહો સુરક્ષિત રહો, માસ્ક પહેરો : PI...

પોલીસ તમારી મિત્ર છે, ઘરમાં રહો સુરક્ષિત રહો, માસ્ક પહેરો : PI યુ. ડી. જાડેજા

95
0

રાજ્યમાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં હોટ સ્પોટ સહિત કેટલાક વિસ્તારોમાં કેસો સામે આવી રહ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યા ન વધે તે માટે લોકડાઉનનું પાલન કરવું જરૂરી છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.ડી જાડેજા અને પીએસઆઈ પી.કે. ગોહિલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ફરી માત્ર કોરોનાથી જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. પોલીસને મિત્ર સમજી અને લોકડાઉનનું અમલ કરવા અપીલ

કોઈપણ બહાના હેઠળ ઘરની બહાર ન નીકળો

બહેરામપુરા વિસ્તારમાં આવેલી વસંતરજબ સોસાયટીમાં પીઆઈ અને પીએસઆઈએ લોકોને સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રાખી અને કોરોના અંગે જાગૃતિની માહિતી આપી હતી. લોકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા સૂચના આપી હતી તેમજ ઘરમાં જ રહેવા જણાવ્યું હતું. પોલીસ સતત 15 કલાક તમારા માટે જ નોકરી કરે છે. તમારી સુરક્ષા માટે છે. પોલીસ ને સહકાર આપવો જરૂરી છે કોઈપણ બહાના હેઠળ ઘરની બહાર નહિ ન નીકળો. એક નાની વસ્તુ માટે પણ બહાર નીકળો તો તમારામાં વાઇરસ આવી શકે તેવી શકયતા હોય છે. પીઆઈ યુ .ડી.જાડેજા અને પીએસઆઈ પી કે ગોહિલે લોકોને લોકડાઉન, કોરોના અંગે માહિતી આપી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


kagadapith police station PI and PSI appealed to people to keep social distance