Home Gujarati દેશની પ્રથમ સ્માર્ટ નેમ પ્લેટના QR કોડની મદદથી કચરો લેવા ગાડી ક્યારે...

દેશની પ્રથમ સ્માર્ટ નેમ પ્લેટના QR કોડની મદદથી કચરો લેવા ગાડી ક્યારે આવી હતી તે ખબર પડી જશે

123
0

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરના વોર્ડ 51માં મહાનંદાનગર મકાન પર A-2-2 નેમ પ્લેટ લગાવીછે. આ મકાન કૃષ્ણાદેવી અગ્રવાલનું છે. સ્માર્ટ નેમ પર QR (ક્વિક રિસ્પોન્સ) કોડ છે, જેની મદદથી ખબર પડી જશે કે નગર નિગમની કચરા લેવા માટે આવતી ગાડી આવી છે કે નહીં. એટલું જ નહીં પણ મકાનનો ટેક્સ પણ આ ક્યૂઆર કોડની મદદથી કરી શકશે. સ્માર્ટ સિટી કંપની પ્રાઈવેટ બેન્કની મદદથી શહેરના આશરે 1.20 લાખ ઘરની બહાર નેમ પ્લેટ લગાવી રહી છે. આ માટે મકાનમાલિક પાસેથી કોઈ રૂપિયા લેવામાં આવતા નથી.

શહેરના મેયર મીના જાનેવાલે કહ્યું કે, સ્માર્ટ સિટી કંપનીની મદદથી શહેરને સ્માર્ટ સુવિધા આપવામાં આવી રહી છે. આ દરમિયાન દેશમાં પ્રથમ સ્માર્ટ નેમ પ્લેટ લગાવાઈ છે. શહેરના મોટાભાગના ઘરની બહાર આ નેમ પ્લેટ લાગશે. આની મદદથી કચરા કલેક્શન વાહનોનું ધ્યાન રહેશે. એટલું જ નહીં, પણ આવક વેરો પણ ભરી શકાશે. ક્યૂઆર કોડની મદદથી મકાનમાલિકને કેટલી ટેક્સ ભરવાનો બાકી છે તે પણ ખબર પડશે.

વધુમાં મેયરે જણાવ્યું કે, આ સુવિધાથી ભવિષ્યમાં ઘણા લાભ થશે. સ્માર્ટ સિટી કંપની હાલ આવનારા સમયમાં નેમ પ્લેટથી વીજળીનું બિલ ભરી શકાય તે દિશામાં કામ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The country’s first smart name plate in ujjain; can findout garbage van came or not, how much property left unpaid