Home Gujarati દુનિયામાં માત્ર 3 બચેલા રેર વ્હાઈટ જિરાફમાંથી 2ને શિકારીઓએ મારી નાખ્યા

દુનિયામાં માત્ર 3 બચેલા રેર વ્હાઈટ જિરાફમાંથી 2ને શિકારીઓએ મારી નાખ્યા

96
0

નૈરોબી: ઉત્તર-પૂર્વી કેન્યાના ગ્રાસિયા કાઉન્ટીમાં શિકારીઓએ દુર્લભ સફેદ માદા જિરાફ અને તેના બચ્ચાને મારી નાખ્યું છે. વન વિભાગને બંનેના મૃતદેહ સોમવારે મળ્યા. તેમનું કહેવું છે કે, આ જાતિના જિરાફ આખી દુનિયામાં માત્ર ત્રણ જ હતા, હવે તેમાંથી માત્ર એક જ બચ્યું છે.

દેશના એક્સપર્ટનું કહેવું છે કે, જિરાફનો સફેદ રંગ લ્યૂસીઝ્મ નામની દુર્લભ પરિસ્થિતિને લીધે થાય છે. તેને કારણે સ્કિનની કોશિકામાં રંજકતા રહેતી નથી. વ્હાઈટ જિરાફનો ફોટો વર્ષ 2017માં વાઈરલ થયો હતો. ઈશાકબીની હિરોલા કમ્યુનિટીના મેનેજર મોહમ્મદ અહમદનૂરે જણાવ્યું કે, શિકારમાં માર્યા ગયેલા જિરાફને અમે 3 મહિના પહેલાં જોયા હતા. તેમનું મૃત્યુ અમારા સમુદાય અને કેન્યા દેશ માટે દુઃખદ વાત છે. દુનિયામાં અમારી એકમાત્ર કમિટી છે જે સફેદ જિરાફનું સંરક્ષણ કરે છે.

તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે, આ જિરાફનો શિકાર કોણે કર્યો તે હજુ સુધી ખબર પડી નથી. કેન્યાની વાઈલ્ડલાઈફ સોસાયટી આ મામલે તપાસ કરી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Rare white giraffes killed by poachers in Kenya


Rare white giraffes killed by poachers in Kenya