Home Gujarati તારન્તો શહેરમાં વસતી વધારવા સરકારની 25 હજાર મકાન માત્ર 78 રૂપિયામાં વેચવાની...

તારન્તો શહેરમાં વસતી વધારવા સરકારની 25 હજાર મકાન માત્ર 78 રૂપિયામાં વેચવાની યોજના

111
0

ઈટલી: સાઉથ ઈટલીમાં ઐતિહાસિક કેન્દ્ર અને લિટલ ઈટલી નામથી ઓળખાતા તારન્તો શહેર માટે સરકાર સ્પેશિયલ સ્કીમ લઈને આવી છે. આ શહેરમાં માત્ર એક યુરો એટલે કે 78 રૂપિયામાં ઘર ખરીદી શકાય છે. આ પ્રકારની લોભામણી સ્કીમ આપીને સરકારને આ શહેરની વસતી વધારવી છે.

19મી સદીમાં ઈટલીના આઈલેન્ડ ગણાતા આ શહેરની વસતી 40 હજાર હતી, જે અત્યારે માટે 3000 સુધી પહોંચી ગઈ છે. જૂનાં ઐતિહાસિક શહેરની વસતી વધારવા માટે કાઉન્સિલના અધિકારીઓએ સસ્તા ઘર આપવાની ઓફર આપી છે. તેવામાં ઘરની સંખ્યા 25 હજાર થઈ છે, પરંતુ 5 હજાર ઘર વેચવાની ગણતરી છે.

વર્ષ 2011માં ઈટલીના ગાંગી શહેરમાં પણ સરકારે 78 રૂપિયામાં ઘર વેચવાની સ્કીમ બહાર પાડી હતી. તે સમયે અહીં 150થી પણ વધારે બિલ્ડીંગ વેચાઈ હતી. નવી વસ્તી આવી જતા આ શહેર ફરીથી હર્યુંભર્યું થઈ ગયું છે. વર્ષ 2019માં સરકારે બીવોના, મુસોમેલી અને સામ્બુકા ગામમાં આવી જ ઓફર બહાર પાડી હતી. ઈટલીના ઉત્તર પશ્ચિમમાં આવેલ લોકેનામાં નવા ઘર માટે સરકારે ત્રણ વર્ષના 7 લાખ રૂપિયાના ભાડાની સ્કીમ બહાર પાડી હતી.

સ્થાનિક મીડિયામાં કાઉન્સિલ અધિકારી ફ્રાન્સેસ્કા વિગ્ગીએનોએ જણાવ્યું કે, 78 રૂપિયામાં ઘર વેચવાના સમાચાર સાંભળીને ન્યૂ યોર્કમાંથી ઘણા લોકોએ જાણકારી માગી છે. તારન્તો શહેરને પુનર્જીવિત કરવા માટે સરકારે 705 કરોડ રૂપિયા આપ્યા છે.

સરકાર આ શહેરને ફરીથી વિકસિત બનાવવા માગે છે. ઇલ્બા સ્ટીલ પ્લાન્ટને કારણે થતા પ્રદૂષણને કારણે આ શહેરનું આકર્ષણ લોકોમાં ઘટતું ગયું. અધિકારીઓ વર્ષ 2024 સુધીમાં પ્લાન્ટને પર્યાવરણને અનુકૂળ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Taranto in Italy’s deep south becomes first city to offer homes for €1 after success of hill town initiative


Taranto in Italy’s deep south becomes first city to offer homes for €1 after success of hill town initiative