Home Gujarati ટીચરના બધા પ્રશ્નોના કડકડાટ જવાબ આપતા ‘હોશિયાર’ વિદ્યાર્થીને તેના મિત્રોએ ફટકાર્યો, માતા-પિતાએ...

ટીચરના બધા પ્રશ્નોના કડકડાટ જવાબ આપતા ‘હોશિયાર’ વિદ્યાર્થીને તેના મિત્રોએ ફટકાર્યો, માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી

137
0

પુણે: મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં સાત વિદ્યાર્થીઓએ મળીને તેની સાથે ભણતા વિદ્યાર્થીને મેથીપાક ખવડાવ્યો, આ મારનું કારણ એ જ હતું કે તે વધારે ‘હોશિયાર’ હતો. દરેક ક્લાસમાં તે ટીચરના પ્રશ્નનો કડકડાટ જવાબ આપતો હતો. પોલીસે આ બાબતે મંગળવાર સાંજે 7 વિદ્યાર્થીઓ વિરુધ્દ ફરિયાદ પણ નોંધી છે.

વનવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 15 વર્ષના છોકરાને ગયા વર્ષે 22 નવેમ્બરે 7 મિત્રોએ પાઈપથી માર્યો હતો. પીડિતના માતા-પિતા સ્કૂલ આ મામલે કોઈ એક્શન લે તેની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમ ન થતા તેમણે પોલીસ ફરિયાદ લખાવી છે.

પીડિતના માતા-પિતાએ કહ્યું કે, માર દીકરાને તેના જ મિત્રોએ પાઇપથી માર્યો હતો. મારો દીકરો બ્રાઈટ સ્ટુડન્ટ છે. તે સ્કૂલમાં ટીચરના દરેક પ્રશ્નનો કડકડાટ જવાબ આપે છે. આ વાત તેના મિત્રોને ન ગમતા તેને માર્યો હતો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, પણ તેઓ કાર્યવાહી કરવા માટે સ્કૂલ પ્રસાશન સાથે વાત કરવાના છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતીકાત્મક ફોટો