Home Gujarati ટાયર બદલતી વખતે મહિલાની બંને હાથની આંગળીઓ દબાઈ જતા તેણે પગના અંગૂઠાંથી...

ટાયર બદલતી વખતે મહિલાની બંને હાથની આંગળીઓ દબાઈ જતા તેણે પગના અંગૂઠાંથી ફોન કરીને મદદ માગી

115
0

સાઉથ કેરોલિના: રવિવારે રાત્રે અમેરિકામાં 54 વર્ષીય મહિલા સાઉથ કેરોલિનાના ઈન્ટરસ્ટેટ 95 હાઈવે પર પોતાની કારમાં જઈ રહી હતી. આ દરમિયાન અચાનક કારનું ટાયર ફાટી ગયું. મહિલાએ કારને ઊભી રાખીને તેનું ટાયર બદલવા પ્રયત્નો કર્યા. થોડી જ વારમાં કાર સ્લિપ થઈ ગઈ અને મહિલાના બંને હાથની આંગળીઓ ટાયરના ફેન્ડર નીચે દબાઈ ગઈ. અસહ્ય દુખાવો થવા છતાં તેણે હાર ન માની અને ઇમર્જન્સી નંબર 911 ડાયલ કર્યો.

રેસ્કયૂ ટીમ વ્યસ્ત હોવાથી 35 મિનિટે મહિલા પાસે પહોંચી
આ હિમતવાન મહિલાએ પોતાના પગની મદદથી પર્સમાંથી ફોન કાઢ્યો અને પગના અંગૂઠાની મદદથી ઈમર્જન્સી નંબર 911 ડાયલ કર્યો. ત્યારબાદ કાઉન્ટી ફાયર રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ટીમને મહિલા સુધી પહોંચવામાં 35 મિનિટ કરતાં પણ વધારે સમય થયો હતો. રેસ્કયૂ ટીમ આ જ એરિયામાં અન્ય એક વ્યક્તિને બચાવી રહી હતી આથી મહિલા સુધી પહોંચવામાં તેમને વાર લાગી. રેસ્કયૂ ટીમે હાઈડ્રોલિકની મદદથી મહિલાની આંગળીઓને ટાયર નીચેથી કાઢી હતી. મહિલા હાલ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સારી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A woman used her toes to call 911 after her hands and fingers were crushed while changing tire


A woman used her toes to call 911 after her hands and fingers were crushed while changing tire