Home Gujarati ઈજીપ્તમાં 30 હજારથી વધારે ઘર ધરાવતી દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ બનશે, ખર્ચ...

ઈજીપ્તમાં 30 હજારથી વધારે ઘર ધરાવતી દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ બનશે, ખર્ચ 390 કરોડ રૂપિયા

139
0

કૈરો: ઈજીપ્તની રાજધાની કૈરોની સીમા નજીક દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ વર્ષ 2025 સુધીમાં તૈયાર થશે. આ બિલ્ડિંગને જોર્ડીયન-અમેરિકન રિયલ એસ્ટેટમાં ડેવલોપર મોહમ્મદ હદીદ ડિઝાઈન કરી રહ્યા છે. આ બિલ્ડિંગની ડિઝાઈન ફ્લેટના બ્લોકની જેવી હશે. તેમાં કુલ 30 હજાર ઘર હશે. તેમાં 13 હજાર એપાર્ટમેન્ટ અને 35 હજાર સ્ટુડિયો હશે. બિલ્ડિંગના નિર્માણ માટે 390 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 3 બેડરૂમ એક ફ્લેટની કિંમત 83 લાખ રૂપિયા હશે.

બિલ્ડિંગમાં ઘર ઉપરાંત શોપિંગ મોલ, સિનેમા, રેસ્ટોરાં, સાઈકલ ટ્રેક, 40 એકરનું ગાર્ડન અને સ્વિમિંગ પૂલ હશે. રાજધાનીમાં માનવ વસતીમાં થતો વધારો જોતા સરકારે શહેરની બહાર આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. હાલ કૈરો શહેરની વસતી 2.10 કરોડ રૂપિયા છે, એક વર્ષની અંદર જ અહીં 5 લાખ લોકોની વસતી હજુ વધશે.

71 વર્ષીય રિયલ એસ્ટેટ ડેવલોપર મોહમ્મદ હદીદે કહ્યું કે, અમે આ પ્રોજેક્ટ માટે સ્પેનની કંપની વેન ડર પાસ અને ઈજીપ્તના એન્જીનયર રાઈફ ફૈહમીની સાથે કામ કરી રહ્યા છીએ. આ બિલ્ડિંગ હાલની ન્યૂ યોર્કની 426 મીટર ઊંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાર્ક એવન્યુ કરતાં પણ મોટી હશે. 65 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલી કુલ 11 બિલ્ડિંગ હશે.

આ બિલ્ડિંગમાં ઘર લેવા માટે દુનિયાભરના લોકોએ રસ દાખવ્યો છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 3 હજારથી વધારે લોકો રકમ ભેગી કરી ચૂક્યા છે. વર્લ્ડનિસ ઔથી મોટી બિલ્ડીંગ વર્ષ 2022 પહેલાં તૈયાર થશે તેવો અંદાજ હતો, પણ હવે તેનો સમય 2025 સુધીનો થઈ ગયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Egypt to build world’s largest building with more than 30,000 homes, cost Rs 390 crore