Home Gujarati જાપાનના 112 વર્ષીય ચિતેત્સુના મૃત્યુ બાદ 111 વર્ષીય બોબ વેટન દુનિયાના સૌથી...

જાપાનના 112 વર્ષીય ચિતેત્સુના મૃત્યુ બાદ 111 વર્ષીય બોબ વેટન દુનિયાના સૌથી ઉંમરલાયક જીવિત પુરુષ બન્યા

142
0

લંડન: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે દુનિયાના સૌથી ઉંમરલાયક પુરુષનું ટાઈટલ જાપાનના 112 વર્ષીય ચિતેત્સુ વાતાનાબેને આપ્યું હતું, પણ તેમનું મૃત્યુ થતા આ ટાઇટલ બ્રિટનના 111 વર્ષીય બોબ વેટને પોતાને નામ કર્યો છે. તેઓ આવતા મહિને 112 વર્ષના થઈ જશે. બોબનો જન્મ 29 માર્ચ,1908ના રોજ થયો હતો.

દુનિયામાં 100થી વધુ ઉંમર ધરાવતી મહિલાની સંખ્યા વધારે
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ થતા બોબે જણાવ્યું કે, મને આ ટાઈટલથી ખુશી નથી થઈ, કારણકે આ ટાઈટલ મારે નામ થતા પહેલાં કોઈનું મૃત્યુ થયું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડના સ્પોક્સપર્સને જણાવ્યું કે, ચિતેત્સુના મૃત્યુ પછી અમે તેમની પછીના સૌથી ઉંમરલાયક વ્યક્તિની તપાસ કરી રહ્યા હતા. દુનિયામાં હાલ 50થી પણ વધારે મહિલાઓ છે, જેઓ બોબની ઉંમરની છે. દુનિયાની સૌથી વધારે ઉંમરલાયક જીવિત મહિલા 117 વર્ષ વર્ષીય કેન તનાકા છે.

બ્રિટનમાં રહેતા અલ્ફ્રેડ સ્મિથ પણ બોબની જેમ દેશના સૌથી ઉંમરલાયક વ્યક્તિ હતા, તેમના મૃત્યુ પછી બોબ વેતન ટોપ પર આવી ગયા. 55 વર્ષ પહેલાં રિટાયર્ડ થયેલા બોબ એક એન્જિનિયર છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Hampshire’s Bob Weighton set to be named world’s oldest man


Hampshire’s Bob Weighton set to be named world’s oldest man