Home Gujarati મુસ્લિમ પિતાએ દીકરીના નિકાહનાં વેડિંગ કાર્ડ પર ગણપતિ અને રાધા-કૃષ્ણ છપાવડાવ્યા

મુસ્લિમ પિતાએ દીકરીના નિકાહનાં વેડિંગ કાર્ડ પર ગણપતિ અને રાધા-કૃષ્ણ છપાવડાવ્યા

105
0

મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં મુસ્લિમ વ્યક્તિએ દીકરીના નિકાહનું અનોખું ઇન્વિટેશન કાર્ડ છપાવ્યું છે. મુહમ્મદ સરાફતની પુત્રી અસ્મા ખતૂનના 4 માર્ચના રોજ નિકાહ છે. મુહમ્મદે મેરેજ ઇન્વિટેશન કાર્ડ પર ચાંદ મુબારકની સાથોસાથ ભગવાન ગણપતિ અને રાધા-કૃષ્ણનો ફોટો પણ છપાવડાવ્યો છે.

આ યુનિક કાર્ડ વિશે તેમણે કહ્યું કે, હાલ દેશમાં ધર્મને લઈને તોફાનો થઈ રહ્યા છે, તેવામાં હિન્દુ-મુસ્લિમની એકતા દર્શાવતું આ ઉત્તમ ઉદાહરણ છે. મારા મિત્રો અને સંબંધીઓએ મારા આ વિચારના વખાણ કર્યા છે. જો કે. મારા ઘણા સંબંધીઓને હિન્દી ભાષા વાંચતા આવડતી નથી એટલે તેમના માટે મેં ઉર્દુ ભાષામાં પણ કાર્ડ છપાવ્યા છે. હિન્દુ-મુસ્લિમ પહેલાં આપણે માનવી છીએ, તે ક્યારેય ન ભૂલવું જોઈએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Muslim man prints wedding card with Hindu gods to promote religious harmony


Muslim man prints wedding card with Hindu gods to promote religious harmony