Home Gujarati ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી, આગામી 4થી 5 દિવસ...

ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી, આગામી 4થી 5 દિવસ ગુજરાત માટે મહત્વનાઃ જયંતિ રવિ

88
0

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ

>> સમગ્ર ગુજરાત અને રાજકોટનો પ્રથમ કોરોના પોઝિટિવ નદીમ આજે ઘરે પરત ફર્યો

>>કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના પોઝિટિવ કેસોના નામ જાહેર કરવામાં આવ્યા

ગુજરાતમાં કુલ 87 પોઝિટિવ કેસ, 7ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 31 03
સુરત 12 01
ગાંધીનગર 11 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 06 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 00
કુલ આંકડો 87 07

ધિરાણની રકમ પરત કરવાની મર્યાદામાં 2 મહિનાનો વધારો, 7 % વ્યાજ સરકાર ચૂકવશેઃ નીતિન પટેલ
ખેડૂતો અંગો મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત પાસે ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારવામાં આવી છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે.

તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી આવેલા લોકોને કેમ પ્રવેશ આપ્યો?ખુલાસો કરોઃ હાઈકોર્ટ
કોરોના વાઈરસને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવ્યો છે. હઝરત નિઝામુદ્દીનમાં તબ્લિક જમાત મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કરવામાં આવ્યા છે. તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી કેટલા લોકો ગુજરાતમાં આવ્યા હોવા અંગે સરકારને ખુલાસો કરવા હાઈકોર્ટે જણાવ્યું છે.

તબ્લિકમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા, 71 ક્વૉરન્ટીન હેઠળઃ રાજ્ય પોલીસ વડા
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીના તબ્લિક જમાતના કાર્યક્રમ અંગે જણાવ્યું કે, દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી 72 લોકો ગયા હતા. જેમાં અમદાવાદ-34, ભાવનગર-20, મહેસાણા-12, વલસાડ-2, બોટાદ-4નો સમાવેશ થાય છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે અને 71 ક્વોરન્ટીનમાં છે. વધુ તપાસ ટેક્નિકલ ડેટાના આધારે તપાસ ચાલી રહી છે. આવા જે લોકો ત્યાં ગયા હતા તેઓ સામેથી ચાલીને પોલીસને આપે. તમારા સ્વાસ્થ માટે સારું છે.લોકોના ધ્યાને આવે કે કોઈ ત્યાં ગયા હોય તો પોલીસને જાણ કરવી. ધાર્મિક સ્થળો પર ન જવા અપીલ કરું છું.ધાર્મિક સ્થળ પર પણ જો 4થી વધુ લોકો એકઠા થશે તો ગુનો નોંધવામાં આવશે.પોલીસ હવે ધાર્મિક સ્થળો પણ ચેક કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update Gujarat 2nd april