Home Gujarati ખડેપગે ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીનું મોત થાય તો રાજ્ય સરકાર...

ખડેપગે ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીનું મોત થાય તો રાજ્ય સરકાર 25 લાખ રૂપિયા આપશે

115
0

અમદાવાદઃ કોરોના વાઇરસને પગલે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે સમગ્ર પોલીસ સ્ટાફ સહિત આરોગ્ય વિભાગ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યું છે. તેવામાં રાજ્ય સરકારે આ સમયગાળા દરમિયાન કોઇ પણ પોલીસ ઓફિસર કે કર્મચારીનું મોત થાય તો તેને 25 લાખ આપવાની જાહેરાત કરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતના દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના દરેક ધારાસભ્યો ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા આપશે.

રાજ્ય સરકારે લોકોને સહકાર આપવાની અપીલ કરી
આ મામલે મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે. લોકો પોતપોતાના ઘરમાં જ રહે, પોતાના જીવને જોખમમાં મૂકી ફરજ બજાવતા પોલીસ, એસઆરપી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનોને સહકાર આપે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ જવાન – ફાઇલ તસવીર