Home Gujarati કોસંબાના પીપોદરા GIDCની ફેક્ટરીના પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ લાગી

કોસંબાના પીપોદરા GIDCની ફેક્ટરીના પ્લાસ્ટિક વેસ્ટમાં ભીષણ આગ લાગી

112
0


કોસંબાઃ માંગરોળ તાલુકાના પિપોદરા જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટમાંથી દાણા બનવતી ફેક્ટરીમાં અચાનક પ્લાસ્ટીક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગી જતાં વિસ્તારમાં લોકો ગભરાઈ ગયા હતાં, અને ફાયર ટેન્ડરને જાણ કરતાં સુરત ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલ ટેમ્પા ગલીમાં આજરોજ બપોરે એક પ્લાસ્ટિક વેસ્ટમાંથી પ્લાસ્ટીકના દાણા બનાવવાનું રિસાયલક ફેક્ટરીમાં પ્લાસ્ટિક વેસ્ટ સંગ્રહ કરેલ ખુલ્લા ગોડાઉનમાં અચાનક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતાં સુરત ફાયર ટેન્ડર ઘટના સ્થળે આવી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ભીષણ આગ લાગતા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો.