Home Gujarati કોરોના જેલમાં ન ફેલાય તે માટે 7 વર્ષથી ઓછી સજા વાળા કેદીને...

કોરોના જેલમાં ન ફેલાય તે માટે 7 વર્ષથી ઓછી સજા વાળા કેદીને પેરોલ આપવામાં આવશે

104
0

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને પાંચના મોત થઈ ગયા છે. જેને પગલે કોરોના જેલમાં ન ફેલાય તે માટે રાજ્યસરકારે સાત વર્ષથી ઓછી સજા વાળાને કેદીને બે મહિનાની પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ ઘરે મોકલતાં પહેલા તેમની મેડિકલ બે મહિના માટેકેદીઓને પેરોલ અપાશે. કોને કોને પેરોલ આપવા તેની યાદી પણ બનાવવામાં આવી છે. 1500 જેટલા કેદીઓને જેલમાંથી કામચલાઉ મુક્તિ અને 1200 જેટલાકાચા કામના કેદીઓને કામચલાઉ જામીન આપી મુક્ત કરાશે. 300 જેટલા પાકા કામના કેદીઓને કામ ચલાઉ પેરોલ અપાશે

રાજ્યમાં કોરાનાછી ક્યાં કેટલા મોત અને પોઝિટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 21, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-8, સુરત-7, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-1, ભાવનગર-1માં કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ-3, ભાવનગર-1 અને સુરત-1 મળીને કુલ પાંચના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર