Home Gujarati કોરાનાથી બચવા સાવચેતી| વાપી શાકભાજી-ફુટ માર્કેટ કુમારશાળા મેદાનમાં ખસેડાઇ, એક મિટર અંતરે...

કોરાનાથી બચવા સાવચેતી| વાપી શાકભાજી-ફુટ માર્કેટ કુમારશાળા મેદાનમાં ખસેડાઇ, એક મિટર અંતરે ગ્રાહકો ઊભા રહી શકે તેવી વ્યસ્થા પણ ગોઠવાઇ

96
0



વાપીમાં અન્ય 3 સ્થળે પણ વ્યવસ્થા

હજુ આગામી 21 દિવસ સુધી દેશભરમાં લૉકડાઉનની સ્થિતીને લઈ લોકોને જીવન જરૂરી વસ્તુ મેળવવા તકલીફ ન પડે તે માટે વાપી નગરપાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં લઈ શાકભાજી અને ફૂટ વેચાણ માટે કુમારશાળા ગ્રાઉન્ડ ઉપરાંત ચલાના તિરૂપતી પ્લાઝા પાછળ આવેલા ગ્રાઉન્ડમાં તેમજ વાપી આરજીએએસ હાઈસ્કૂલ અને સુલપડ કુમારશાળા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે જણાવ્યું છે.

વાપી પાલિકાએ બુધવારે કલેકટરની સૂચનાને પગલે વાપી શાકભાજી માર્કેટ અને ફુટ માર્કેટ હવે કુમારશાળાના મેદાનમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. બુધવારે પાલિકાએ સ્ટોલોની ફાળવણી કરી ગ્રાહકો 1 મીટરના અંતરે ઊભા રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે. કોરોના વાઇરસને અટકાવવા વાપી શાકભાજી માર્કેટ અને ફુટ માર્કેટ એક સ્થળે રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આ શાકભાજી માર્કેટ અને ફુટ માર્કેટ પણ બપોરપછી સવારે 5થી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલિકાએ પણ કેટલાક વિસ્તારને સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી છે. લોકોને સરળતાથી એક જ સ્થળે શાકભાજી અને ફુટો મળી રહે અને કોરોના વાઇરસની અસર ન થાય તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – precautions to avoid corona vapi vegetable foot market moved to kumarshala grounds 073703