Home Gujarati પારડીમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે ખોટા મેસેજ વાઇરલ

પારડીમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે ખોટા મેસેજ વાઇરલ

100
0



પારડીના બાલાખાડી વિસ્તારમાં એક વ્યકિતને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હોવાના ખોટા મેસેજ સોસિયલ મિડિયામાં વાઇરલ થયા છે. આરોગ્ય વિભાગના મતે એક પણ કેસ પોઝિટિવ જિલ્લામાં નોંધાયો નથી. બીજી તરફ પાલિકાએ બાલાખાડી,સાંઇ સંગ્રીલા સહિત અનેક વિસ્તાર સેનીટાઇઝ કર્યો હતો. જો કે લોકોમાં કોરોના વાઇરસને લઇ ડર જોવા મળી રહ્યો છે.

પારડી શહેર તથા તાલુકામાં અનેક લોકો વિદેશથી પરત આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. જયારે પારડી બાલાખાડી વિસ્તારમાં વિદેશથી આવેલાં ઇસમને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હોવાના મેસેજ સોસિયલ મિડિયામાં ફરતાં થયા છે. આરોગ્ય વિભાગના મતે આ મેસેજ ખોટા ફરી રહ્યાં છે. સ્થાનિક સભ્ય રાજેશ પટેલે જણાવ્યુ હતુ કે હાલ લોકોએ ઘરમાં જ રહેવુ જેાઇએ. કોઇ પણ મેસેજ ફોરવર્ડ કરતાં વિચારવું જોઇએ. જયારે પારડી પાલિકાએ બુધવારે સુલભનગર સ્થિત સાંઇ સંગ્રીલા સોસાયટીને સેનીટાઇઝ કરી હતી. આરોગ્ય ચેરમેન અલી અંસારી,આરોગ્ય વિભાગના પંકજભાઇ સહિતની ટીમે મોટા ભાગના વિસ્તારને સેનીટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.

પાલિકાએ બાલખાડી, સાંઇ સંગ્રીલેને સેનિટાઇઝ કરી

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – false message viral about corona39s positive case in pardi 073707