Home Gujarati કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છેઃ અહેમદ પટેલ

કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છેઃ અહેમદ પટેલ

138
0

કોરોના વાયરસના કેસ ગુજરાતમાં વધી રહ્યા હોવાથી આપણે પ્રથમ તો દર્દીઓની સારવાર કરતા મેડિકલ-પેરામેડિકલ, સફાઇ કર્મચારી, ઇમરજન્સી સેવા આપતાફાયર, પોલીસ કર્મચારીઓની સેવા અભિનંદનને પાત્ર છે તેમ કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેટલાક લોકો સોશીયલમિડીયાનો ઉપયોગ વાતાવરણ બગાડવા કરે છે, આપણે ભારતીય તરીકે એકજૂથ થઇને જરૂરિયાતમંદને મદદરૂપ થઇએ.

રાજકીય પક્ષોએ એક થવું પડશે
કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહેમદ પટેલે એવી અપીલ કરી હતી કે, ગુજરાતના નાગરિકોને સાવચેત અને સતર્ક બની આ કોરોના સામેની લડાઇ જીતવા માટેતમામ પક્ષ,જાતિ,કોમ બધુ ભૂલી ભારતીય તરીકે એકજૂથ થવું જોઇએ. તેમણે નાગરિકોને એવી પણ અપીલ કરી હતી કે, ખેતમજૂરો, શ્રમિકો, રોજેરોજનું લાવીખાનાર પરિવારને મદદરૂપ થવું જોઇએ. તેમણે આ પરિસ્થિતિમાં ખેતમજૂર, લઘુ ઉદ્યોગના માલિકોને લોકડાઉનથી વધારે અસર થઇ હોવાથી તેમને આપણે અનેસરકારે મદદ કરવી જોઇએ. તેમણે ગંભીર પ્રશ્નો પ્રત્યે સરકારને સાવચેત કરતા કહ્યું હતું કે, બિમારી હજુ નિયંત્રણમાં છે,પણ ભૂખમરાથી કેટલાક લોકો જીવગુમાવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે જે અતિગંભીર બાબત છે. કેટલીક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓને પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ ઘણા આરોગ્ય કર્મચારીસુધી પહોંચ્યા નથી, સફાઇ કર્મચારીઓને પણ ખાસ કીટની જરૂર છે. કેટલાક લોકો સોશીયલ મિડીયામાં પણ વાતાવરણ ડહોળતી પોસ્ટ મુકે છે, તંત્રએ આવા લોકોસામે પગલા ભરવા જોઇએ. રાજકીય ઝઘડાથી દૂર રહી ભાજપ-કોંગ્રેસે અને અન્ય રાજકીય પક્ષોએ એક થવું પડશે તેવી લાગણી પણ અહેમદ પટેલે વ્યકત કરીહતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અહેમદ પટેલ – ફાઇલ તસવીર