Home Gujarati 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમવા જોઇએ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માગ કરી

1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમવા જોઇએ, વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માગ કરી

129
0

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ-પેરામેડિકલની કર્મચારીઓ્ની તાતી જરૂરિયાત છે.આવી સંજોગોમાં ગુજરાત સરકારે ટ્રેનિંગ લઇ રહેલા 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની તાત્કાલિક નિમણૂંક કરવી જોઇએ તેવી માગ કરતા પત્ર વિધાનસભાવિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતિન પટેલને લખ્યો છે.

1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્રેનિંગ લઇ રહ્યા
ધાનાણીએ નિતન પટેલને લખેલા પત્રમાં એ‌વી લાગણી વ્યકત કરી છે કે, કોરોના વાયરસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાંમેડિકલ-પેરામેડિકલના કર્મચારીઓની જરૂરિયાત છે. રાજય સરકાર ખાનગી ડોકટરોની મદદ લઇ રહીં છે. બીજી બાજુ, સરકાર પાસે જ નેશનલ રૂરલ હેલ્થ મિશનહેઠળ 1920 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ટ્રેનિંગ લઇ રહ્યા છે. આ મેડિકલ ઓફિસરોને નિમણૂંક આપવામાં આવે તો ગુજરાતને બે વર્ષનો મેડિકલ ફિલ્ડનોઅનુભવ ધરાવતા 1920 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી શકે તેમ છે. આથી સરકારે તાત્કાલિક તેમની નિમણૂંક કરવી જોઇએ તેવી લાગણી ધાનાણીએ વ્યકત કરીછે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર