Home Gujarati એક જ દિવસમાં 1.5 ડિગ્રીના વધારા સાથે 43 ડિગ્રી ગરમી

એક જ દિવસમાં 1.5 ડિગ્રીના વધારા સાથે 43 ડિગ્રી ગરમી

103
0

જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો સતત ઉંચો જઇ રહ્યો હોય અંગ દઝાડતી ગરમીથી લોકો અકળાઇ ઉઠ્યા છે.જોકે, હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ મંગળવાર સુધી હિટવેવની અસર રહેશે અને તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. હાલ તો બપોરના સમયે આકરા તાપ અને લૂથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.
દરમિયાન આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમના પવન ફુંકાતા હિટવેવની અસર જોવા મળી રહી છે. એક જ દિવસમાં 1.5 ડિગ્રી વધારા સાથે તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. દરમિયાન લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી, ભેજનું પ્રમાણ સવારે 48 અને બપોર બાદ 15 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 5.1 કિમી પ્રતિ કલાકની રહી હતી. જોકે હજુ પણ હિટવેવના કારણે ગરમી વધી શકે છે અને પારો ઉંચકાઇને 44 સુધી જઇ શકે છે.

રવિવાર સૌથી ગરમ દિવસ
43 ડિગ્રી સાથે 12 એપ્રિલ, રવિવાર સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો છે. ઉનાળાની સિઝનનું આ સૌ પ્રથમ સૌથી ઉંચુ તાપમાન રહ્યું છે.

ચાર દિવસથી વધતું તાપમાન
છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. બુધવારે 38.3 ડિગ્રી રહ્યા બાદથી તાપમાન સતત વધી રહ્યું છે. ગુરૂવારે 38.5, શુક્રવારે 40, શનિવારે 41.5 અને રવિવારે 43 ડિગ્રીએ પહોંચી ગયું છે.

માત્ર 2 દિવસમાં જ 3 ડિગ્રીનો વધારો
છેલ્લા 2 દિવસથી દરરોજ દોઢ, દોઢ ડિગ્રી ગરમી વધી રહી છે. આમ, છેલ્લા 2 દિવસમાં જ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Heat 43 degrees with the addition of 1.5 degrees in one day