Home Gujarati આણંદમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં 494 દર્દી, આજે એકના મોત...

આણંદમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં 494 દર્દી, આજે એકના મોત સાથે મૃત્યુઆંક 23એ પહોંચ્યો

91
0

રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે.આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં23 અને આણંદમાં2કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. આમઅમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. જો કે બપોર બાદ આણંદમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવતારાજ્યમાં કોરોનાના કુલ દર્દી 494થયા છે. જ્યારે મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે અને 44 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કર્યાં

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. જ્યારે કલોલ તાલુકના રાંચરડા ગામમાં 6 વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં કોઈ સીધો સંપર્ક જોવા મળ્યો નથી અને બાળકની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.

23 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 266 દર્દી

અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 266 કોરોનાના દર્દી થઈ ગયા છે.

ગુજરાત અપડેટ

>>મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે કહ્યું કે,રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશે.

>>અમદાવાદમાં જાહેર રસ્તા પર મોઢે માસ્ક કે રૂમાલ-દુપટ્ટો નહીં બાંધ્યો હોય તો રૂ. 5 હજારનો દંડ કરવામાં આવશે અને જો દંડ નહી ભરે તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે
>>કોરોનાને કારણે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં આજે મૃત્યુ પામેલા75 વર્ષીયપુરુષ હાયપર ટેન્શનના દર્દી હતા.

રાજ્યમાં 494પોઝિટિવ કેસ, 23 મોત અને 44 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 266 11 11
વડોદરા 95 2 7
સુરત 28 4 7
ભાવનગર 23 2 4
રાજકોટ 18 00 5
ગાંધીનગર 15 01 7
પાટણ 14 1 00
કચ્છ 04 00 00
ભરૂચ 08 00 00
આણંદ 08 00 00
પોરબંદર 03 00 03
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 03 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 00 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ 494 23 44

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat Live more positive cases in state


Corona Gujarat Live more positive cases in state