Home Gujarati અમેરિકાના 47 વર્ષીય બિઝનેસની ઓફર-‘ગર્લફ્રેન્ડ શોધી દો, 18 લાખનું ઈનામ મેળવો’

અમેરિકાના 47 વર્ષીય બિઝનેસની ઓફર-‘ગર્લફ્રેન્ડ શોધી દો, 18 લાખનું ઈનામ મેળવો’

114
0

કેન્સાસ: ઇંગ્લેન્ડમાં હમણાં થોડા દિવસ પહેલાં 30 વર્ષીય યુવકે ગર્લફ્રેન્ડની શોધ માટે 40 હજાર રૂપિયા ખર્ચી બિલબોર્ડ છપાવડાવ્યા હતા. અમેરિકાના કેન્સાસ રાજ્યમાં પ્રેઇરી વિલેજના 47 વર્ષીય બિઝનેસમેને પણ ઓનલાઈન ડેટિંગથી હવે કંટાળી ગયા છે. તેમણે ગર્લફ્રેન્ડ શોધી આપનાર માટે 25 હજાર ડોલર એટલે કે 17.89 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. જેફ ગેબીહાર્ટે આ માટે એક વેબસાઈટ પણ બનાવી છે.

‘Date Jeff G’ નામની વેબસાઈટ પર જેફએ પોતાની જાણકારી લખી છે, અને તેમને એવી છોકરીની શોધ છે જે સર્વ ગુણ સંપન્ન નહીં પણ એકબીજાને જેવા છે તે જ રીતે સ્વીકારે. ઓનલાઇન ડેટિંગમાં કોઈ મેળ ન પડતા તેમણે પ્રાઈઝ મનીનો આઈડિયા આવ્યો હતો. વેબસાઈટ પર જેફએ લખ્યું છે કે, હું રિલેશનશિપમાં સપોર્ટિવની સાથે ઓપન માઇન્ડેડ, દયાળુ અને મસ્તી-મજાક કરતો વ્યક્તિ છું. મને આશા છે કે, મારી પાર્ટનર પણ મને હું જેવો છું તેમ જ સ્વીકારશે. મારી પાર્ટનર પોઝિટિવિટીથી ભરપૂર અને બીજા સાથે પ્રેમભર્યો વર્તાવ કરે તેવી હોવી જોઈએ.

જેફને કેટલા સમયમાં તેની મનગમતી પાર્ટનર મળશે તે તો ખબર નથી પણ તેની ગર્લફ્રેન્ડ બનવું પણ સરળ નથી. ગર્લફ્રેન્ડ બનવા માટે જે છોકરીઓ અપ્લાય કરશે તેમને 25 હજાર ડોલરનું ઇનામ નહીં મળે. જેફની વેબસાઈટ પર ઓનલાઇન સર્વે છે. આ સર્વે ક્લિનિકલ મનોવિજ્ઞાનીએ તૈયાર કર્યો છે. સર્વે બાદ જેફ છોકરીઓને જોયા વગર જ અંદાજો લગાવી દેશે તેઓ કોની સાથે રહેવું વધારે પસંદ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Successful Entrepreneur Will Pay You $25,000 if You Find Him a Girlfriend


Successful Entrepreneur Will Pay You $25,000 if You Find Him a Girlfriend