ડોમરી: પ્રધાન મંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેતા મંગલ કેવટે પોતાની દીકરીના લગ્નમાં મહેમાન તરીકે પધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન આમંત્રણ આપ્યું હતું. 12 ફેબ્રુઆરીના રોજ રીક્ષા ચાલક મંગલ કેવટની દીકરીના લગ્ન હતા. મંગલે પોતે PMO જઈને આમંત્રણ આપ્યું હતું. તેના જવાબમાં PM મોદીએ 8 ફેબ્રુઆરીના રોજ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
મંગળ કેવટનું ડોમરી ગામ પ્રધાન મંત્રીનું આદર્શ ગામ છે. મંગલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીના રોજ PM મોદી તરફથી તેમને શુભેચ્છા સંદેશ મળ્યો હતો. તેમાં PM મોદીએ પરિવારનો આમંત્રિત કરવા બદલ આભાર માન્યો છે સાથે દીકરી અને જમાઈના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા છે.
Varanasi: Mangal Kewat,a ricksaw puller was sent a congratulatory letter by PM Modi on his daughter’s wedding.He says,”we invited PM to my daughter’s wedding&on Feb 8 we received a letter from him. PM is coming here on Feb 16,we want to meet him&share our problems with him”(15.2) pic.twitter.com/rh7qezXnht
— ANI UP (@ANINewsUP) February 15, 2020
પરિવારે મહેમાનોને PM મોદીનો શુભેચ્છા સંદેશ બતાવ્યો મંગલના જણાવ્યા અનુસાર તેમને કોઈ આશા ન હતી કે PM મોદી તરફથી કોઈ પ્રતિક્રિયા મળશે.પરિવાર આ શુભેચ્છા સંદેશ જોઈને અત્યંત ખુશ છે. મંગલની દીકરીના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને આ શુભેચ્છા સંદેશ બતાવવામાં આવ્યો હતો.