Home Gujarati બ્રેન ડેડ મેથ્યુનું હૃદય ક્રિસ્ટીમાં ટ્રાન્સપ્લાનટ થયાનાં દોઢ વર્ષ પછી પિતાએ હૃદયનાં...

બ્રેન ડેડ મેથ્યુનું હૃદય ક્રિસ્ટીમાં ટ્રાન્સપ્લાનટ થયાનાં દોઢ વર્ષ પછી પિતાએ હૃદયનાં ધબકારાં સાંભળ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો

113
0

ટેક્સાસ: અમેરિકાના ટેક્સાના બ્રેનહેમમાં રહેતા જોર્ડન સ્પેનને 1.5 વર્ષ પછી તેના દીકરાની હાર્ટબીટ (હૃદય નાં ધબકારાં) 54 વર્ષની મહિલાના ક્રિસ્ટી હૃદયમાં સાંભળવાને અવસર મળ્યો. આ અવસરનો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાત એમ છે કે જોર્ડનનો પુત્ર મેથ્યુ વર્ષ 2018માં એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તે 10 દિવસ સુધી બ્રેન ડેડ રહ્યો હતો. મેથ્યુ ઓર્ગન ડોનર હતો તેથી તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમાંથી તેનું હૃદય ક્રિષ્ટીને ડોનેટ કરવામાં આવ્યું હતું.

પિતા જોર્ડનને દોઢ વર્ષ પછી ક્રિસ્ટી વિશે માહિતી મળી
વર્ષ 2018માં જોર્ડનના પુત્રનાં અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમાંથી 54 વર્ષીય ક્રિસ્ટીનાં શરીરમાં મેથ્યુનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે પિતા જોર્ડનને દોઢ વર્ષ પછી ક્રિસ્ટી વિશે માહિતી મળતા જ તેમણે ક્રિસ્ટી સાથે મુલાકાત કરવાનું વિચાર્યું. 10 ફેબ્રુઆરીએ જોર્ડન અને ક્રિસ્ટીની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં જોર્ડને સ્ટેથોસ્કોપની મદદથી મેથ્યુના મૃત્યુ પછી પ્રથમ વખત હાર્ટબીટ સાંભળી હતી. આ ઈમોશનલ મુલાકાતનો વીડિયો મેથ્યુની માતા સમર મોસબર્ગરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સમરે પોસ્ટમાં લખ્યું છે કે મેથ્યુ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટથી ક્રિસ્ટી ખુબ જ ખુશ છે.

જોર્ડને મેથ્યુની હાર્ટબીટ સાંભળ્યા પછી જણાવ્યું હતું કે, ‘મને નથી ખબર કે મેથ્યુ ઓર્ગન ડોનર છે તે વાતથી કેટલા લોકો પરિચિત છે. મેથ્યુના શરીરની ચામડી અને ટીશ્યુનું પણ દાન કરવામાં આવ્યું છે.’

1 મિનિટનો વીડિયો
જોર્ડનનો હાર્ટબીટ સાંભળતો 1 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોર્ડન સ્ટેથોસ્કોપની મદદથી ક્રિસ્ટીના શરીરમાં મેથ્યુની હાર્ટબીટ સાંભળી રહ્યો છે. મેથ્યુ જ્યારે હોસ્પિટલમાં દાખલ હતો ત્યારના દિવસો યાદ કરીને વીડિયોમાં જોર્ડન જણાવે છે કે, હોસ્પિટલમાં મેથ્યુના મૃત્યુના 10 દિવસ પહેલાં આ હાર્ટબીટ સાંભળ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Brain Dead Matthew’s heart transplanted into Christie’s, father jordan hears heartbeats, video goes viral on social media