Home Gujarati 47 વર્ષ પહેલાં ખોવાયેલી વીંટી ફિનલેન્ડના જંગલમાંથી મળી, જમીનમાં 20 સેન્ટિમીટર નીચે...

47 વર્ષ પહેલાં ખોવાયેલી વીંટી ફિનલેન્ડના જંગલમાંથી મળી, જમીનમાં 20 સેન્ટિમીટર નીચે દબાયેલી હતી

113
0

અમેરિકાઃ અંગ્રેજીમાં ‘સેરેન્ડિપિટી’ એટલે કે સુખદ સંયોગ નામનો એક શબ્દ છે. અમેરિકાના બ્રન્સવિકમાં રહેતી ડેબ્રા મેક્કેના નામની 63 વર્ષની સ્ત્રીને આનો પ્રત્યક્ષ પુરાવો મળ્યો. ફિનલેન્ડના જંગલના કરીના પાર્ક વિસ્તારમાં જમીન સમતળ કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરતી વખતે કામદારોને જમીનની નીચે ધાતુની કોઈ વસ્તુ દબાયેલી હોવાનું સિગ્નલ મળ્યું. તેમણે ખોદ્યું તો 20 સેન્ટિમીટર નીચેથી એક વીંટી દબાયેલી મળી.

આ બાજુ અમેરિકાના બ્રન્સવિકમાં રહેતી ડેબ્રાએ કહ્યું કે, ‘મને તો ગયા અઠવાડિયે આ વીંટી પોસ્ટમાં આવી. જોઈને હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ, કેમ કે આ વીંટી મારા સ્વર્ગસ્થ પતિ શૉનની છે. ઈ.સ. 1973માં અમે બંને મોર્સ હાઈસ્કૂલ અને કોલેજમાં સાથે ભણતાં અને એકબીજાને ડેટ કરતાં હતાં. આ વીંટી ત્યારે શૉન પહેરતો હતો. પરંતુ કોલેજ છોડી ત્યારે એણે આ વીંટી મને આપી દીધી હતી. કમનસીબે હું આ વીંટી ત્યાંના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ભૂલી ગયેલી. ત્યાર પછી મેં આ વીંટી પાછી મળવાની આશા છોડી દીધી હતી. આ વીંટી પર ‘એસ’ અને ‘એમ’ કોતરેલા છે. લગ્ન પછી અમે બંને ચાલીસ વર્ષ સાથે રહ્યાં. 2017માં શૉનનું અવસાન થયું હતું.’

ફિનલેન્ડમાં મળેલી વીંટી અમેરિકા કેવી રીતે પહોંચી?
ફિનલેન્ડના મીડિયાના કહેવા પ્રમાણે મેટલ શીટ વર્કર માર્ક સારીનેન જાન્યુઆરીમાં મેટલ ડિટેક્ટર લઈને કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ વીંટી મળી. વીંટી જોઈને એ ખુશ થઈ ગયા. આ વીંટી પર ‘સ્કૂલ ઓફ મોર્સ, 1973’ અંકિત કરેલું છે. એ પછી માર્કે ત્યાંના સ્કૂલ ઓફ એલમ્ની એસોસિએશનનો સંપર્ક કર્યો. ત્યાંથી આ વીંટી શૉનની છે તે ખબર પડી અને ત્યાંથી જ તેનું સરનામું લઈને ડેબ્રાને તે વીંટી અમેરિકા મોકલવામાં આવી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The lost ring was found 47 years ago in a forest in Finland, buried 20 centimeters below ground