Home Gujarati દિવ્યાંગ દેવીરામ વિરોધીઓની સામે ન ઝૂક્યા, ગામમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છતાં ચૂંટણી...

દિવ્યાંગ દેવીરામ વિરોધીઓની સામે ન ઝૂક્યા, ગામમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છતાં ચૂંટણી લડ્યા અને જીત્યા

132
0

કેશકાલ/વિશ્રામપુરીઃ છત્તીસગઢના કોંડાગાંવ જિલ્લાના ચિચાડી ગામના દિવ્યાંગ સરપંચ દેવીરામ કોર્રામએ ગામના દબંગોંના વિરોધ અને તેમના દબાવમાં ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પણ સરપંચની ચૂંટણી લડ્યા અને જીત્યા. સરપંચ દેવી રામ કોર્રામ 117 મતે ચૂંટણી જીત્યા હતા. ગામમાં 564 મતદારો છે. હવે આ મામલો મીડિયાની સમક્ષ આવ્યો છે.

આરોપ છે કે, ચિચોડીમાં લગભગ 6 મહિના પહેલા ગામના મુખ્ય લોકોએ ચૌપાલ ખાતે બેઠક બોલાવીને દિવ્યાંગ દેવીરામને બોલાવ્યો હતો. આ બેઠકમાં તેમને ચૂંટણી ન લડવા માટેની ધમકી આપવામાં આવી હતી. પરંતુ દેવીરામ આ બેઠકમાં ગયા જ નહીં. તેથી ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ તેમને ગામમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેમને સમાજમાંથી પણ બળતરફ કરવામાં આવ્યા હતા. ગામના લોકોએ ચેતવણી આપવામાં આવી હતી કે, દેવીરામ સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખશે નહીં. તેના ઘરે જવા પર 7,051 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

હાર ન માની
દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં દેવીરામ અને તેમના પરિવારે હાર ન માની. તેમણે બે સમર્થકો અને ટેકેદારો દ્વારા નોંધણી કરી અને ફરીથી સરપંચ પદ માટે ચૂંટણી લડ્યા અને જીત્યા. મામલો કોંડાગાંવ જિલ્લાના બડેરાજપુર જનપદ પંચાયત વિસ્તારના ગ્રામ પંચાયત ચિચાડીનો છે. ચૂંટણી જીતવા માટે તેમને ચાર ઉમેદવારોને હરાવ્યા હતા.

ત્રણ કિમીથી દૂરથી પાણી લાવતા હતા
બહિષ્કાર દરમિયાન દેવીરામ ત્રણ કિલોમીટર દૂર લિહાગામ પંચાયતથી પાણી લાવતા હતા. કેમ કે, ગામના કોઈ પણ કૂવા અથવા હેન્ડપંપથી પાણી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઘરની જરૂરી ચીજવસ્તુઓ પણ બીજા ગામેથી લાવતા હતા. દેવીરામના જણાવ્યા પ્રમાણે, કોઈ કારણથી ગામલોકોને શૌચાલયના પૈસા આપવામાં વિલંબ થયો હતો, ત્યારે આ વાતનું બહાનું બનાવીને ગામના કેટલાક લોકોએ બેઠક બોલાવી હતી જેમાં તેઓ ન જઈ શક્યા. ત્યારબાદ તેમને સમાજમાંથી બળતરફ કરી દેવામાં આવ્યા હતા. દેવીરામના જણાવ્યા પ્રમાણે, ગત ચૂંટણીમાં ગ્રામ પંચાયત ચિચાડીથી સરપંચ તરીકે ચૂંટાયા હતા. તેમના કાર્યકાળમાં કોઈ પણ પ્રકારનો વિવાદમાં નથી થયો.

બીજી તરફ, ગામના વૃદ્ધ વડા લચ્છૂ રામ કશ્યપના જણાવ્યા પ્રમાણે, સરપંચ દેવીરામ કોર્રામે શૌચાલયના નિર્માણની રકમ આપવામાં મોડું કર્યું હતુ. પહેલા એ શરત રાખવામાં આવી હતી કે, ત્રણ દિવસની અંદર ગ્રામીણોને શૌચાલય બનાવવાના પૈસા નહીં મળે તો તેમનો બહિષ્કાર કરવામાં આવશે. દેવીરામ ત્રણ દિવસ સુધી પૈસા આપી શક્યા નહીં, ત્યારબાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પોતાના પરિવારની સાથે દિવ્યાંગ દેવીરામ કોર્રામ!