Home Gujarati દમણમાં કન્સ્ટ્રકશનના મજૂરો માટે 2 હજારનું પેકેજ

દમણમાં કન્સ્ટ્રકશનના મજૂરો માટે 2 હજારનું પેકેજ

96
0



21 દિવસના લોકડાઉનને લઇને દમણમાં મજુર અર્થે અન્ય પ્રાંતમાંથી આવેલા મજુરોની હાલત સૌથી કફોડી થઇ છે. દમણ સહિત સમગ્ર જિલ્લામાંથી મજુરો પોતાના વતન તરફ હિજરત કરી ગયા છે. એવા સંજોગમાં દમણ પ્રશાસને મોડે મોડે ગુરૂવારે કન્સટ્રકશન સાઇટ ઉપર મજુરી કરતા નોંધાયેલા મજુરોને 21 દિવસ માટે 2 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. 21 દિવસ સુધી સમગ્ર પ્રદેશમાં કરફ્યૂ જેવી સ્થિતિનો માહોલ ઊભો થયો છે. ઉદ્યોગ ધંધા અને મજુરી બંધ થઇ જતા રોજે રોજ કમાયને રોજ ખાનારા શ્રમિક પરિવારની દયનીય હાલત થઇ છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરાતા આવા મજુરોની હાલત પડતાં ઉપર પાટું જેવી થઇ છે. સંઘપ્રદેશ દમણમાં કન્સ્ટ્રકશન સાઇટ અને અન્ય સ્થળે મજુરી કામ કરનારા મજુરોને મજુરી ન મળતાં અને પૈસા ખૂંટતા આખરે તેઓ સહપરિવાર નાના બાળકોને લઇને પગપાળા જ વતન જવા માટે નીકળી ગયા હતા. દમણ પ્રશાસનને આ વાતની ગંભીરતા પ્રથમ ધ્યાનમાં આવી ન હતી. જોકે, દમણમાં કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરતા અને નોંધાયેલા શ્રમિકોને 21 દિવસ માટે દમણ પ્રશાસને કન્સ્ટ્રકશન વર્કસ વેલફેર બોર્ડમાંથી દરેક મજુરને 2 હજાર રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ છે.

મોટા ભાગના મજૂરો વતન તરફ રવાના

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today